Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»હવામાન વિભાગની રાજ્યમાં વરસાદને લઈને આગાહી રાજ્યભરમાં વરસાદનો જાેરદાર રાઉન્ડ શરૂ થશે
    India

    હવામાન વિભાગની રાજ્યમાં વરસાદને લઈને આગાહી રાજ્યભરમાં વરસાદનો જાેરદાર રાઉન્ડ શરૂ થશે

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 17, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમદાવાદ સહિત રાજ્યભરમાં બુધવારથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આઈએમડીદ્વારા ૧૭ જુલાઈથી ૨૧ જુલાઈ સુધી ૫ દિવસ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ દરમિયાન ૩૦-૪૦ કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. અમદાવાદ શહેર અને ગુજરાતના અન્ય ભાગોમાં બુધવારથી ભારે વરસાદ થવાની સંભાવના છે, રવિવારે ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે શહેરમાં મહત્તમ તાપમાન ૩૫સેલ્સિયસનોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૧.૭સેલ્સિયસવધારે હતું.

    આગાહી મુજબ મંગળવારે ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ બાદ બુધવારે નર્મદા, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વ્યાપક વરસાદ પડશે. નોંધનીય છે કે, રવિવારે દાહોદમાં સાંજના ૬ વાગ્યા સુધી ૩૬ મીમી અને ધોલેરા અને ગરબાડામાં ૩૧ મીમી વરસાદ નોંધાયો હતો.
    ૧૮ જુલાઈઃ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
    ૧૯ જુલાઈઃ નવસારી, વલસાડ, ભરૂચ, સુરત, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.
    ૨૦ જુલાઈઃ નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ, જ્યારે ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાડ પડી શકે છે.
    ૨૧ જુલાઈઃ સુરત, નવસારી, જામનગર, પોરબંદર, દ્વારકામાં ભારેથી અતિભારે જ્યારે અમદાવાદ, આણંદ, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. દરમિયાન સુરતમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા અને ટ્રાફિક જામ થયો હતો. સારોલીના ટેક્સટાઇલ હબને ખાસ કરીને ભારે ફટકો પડ્યો હતો, જેમાં કાપડ વહન કરતી ટ્રકો ટ્રાફિક જામમાં ફસાઈ હતી. પાણી ભરાવાને કારણે શહેરની વાહનવ્યવહાર વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી, જેના કારણે લોકોને ફરવું મુશ્કેલ બન્યું હતું. ટેક્સટાઇલ ઉદ્યોગ અને તેમની આજીવિકા પર અસર થવાના ડરથી, પાણીનો ભરાવો વધુ ખરાબ થતાં સ્થાનિકો ડરી ગયા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Petrol Pump: ભારત 1 લાખ પેટ્રોલ પંપ નેટવર્કને પાર કરી ગયું, વિશ્વનું ત્રીજું સૌથી મોટું દેશ બન્યું

    December 25, 2025

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.