Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»હવામાન વિભાગનું કહેવું છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ચોમાસુ સામાન્ય રહેશે
    India

    હવામાન વિભાગનું કહેવું છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ચોમાસુ સામાન્ય રહેશે

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 1, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆતથી જ દેશના વિવિધ રાજ્યોમાં એકંદરે સારો વરસાદ નોંધાયો છે. ઉત્તર ભારતમાં તો ભારે વરસાદના કારણે તારાજી પણ સર્જાઈ હતી. વળી, કેટલાક રાજ્યોમાં વરસાદ સામાન્ય રહ્યો હતો. હવે વરસાદની સીઝનના આગામી મહિનાઓ માટે હવામાન વિભાગે આગાહી કરી દીધી છે. ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આ વર્ષે ચોમાસાના બીજા ભાગમાં એટલે કે ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ સામાન્ય રહેશે. જાેકે, ઓગસ્ટ મહિનામાં સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ પડવાની વકી છે.

    સોમવારે ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાનું કહેવું છે કે, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ચોમાસુ સામાન્ય રહેશે એટલે કે દીર્ઘકાલીન સરેરાશ (લોન્ગ એવરેજ પીરિયડ- એલપીએ) ૯૪થી ૧૦૬ ટકા રહેશે. ઓગસ્ટમાં આખા દેશમાં સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ (૯૨ ટકા કરતાં પણ ઓછી દીર્ઘકાલીન સરેરાશ) રહેવાની સંભાવના છે. ૨૦૨૩ના દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના બીજા ભાગ દરમિયાન હિમાલયની નજીક આવેલા ઉપખંડોના મોટાભાગના વિસ્તારો, પૂર્વ મધ્ય ભારત અને પૂર્વ તેમજ ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક ભાગમાં સામાન્યથી વધારે વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ભારત, નોર્થવેસ્ટના પશ્ચિમ વિસ્તારો અને મહારાષ્ટ્ર સહિત મધ્ય ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે.

    આગામી બે મહિનામાં દિલ્હી-એનસીઆરમાં સામાન્યથી માંડીને સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની વકી છે. જુલાઈ દરમિયાન આખા દેશમાં સામાન્ય કરતાં ૧૩ ટકા વધુ વરસાદ પડ્યો છે. જ્યારે સીઝન દરમિયાન અત્યાર સુધીમાં દેશભરમાં સામાન્ય કરતાં ૫ ટકા વધુ વરસાદ થયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. “ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન અલ નીનો નબળું પડશે. વર્તમાનમાં હિંદ મહાસાગરમાં તટસ્થ આઈઓડી (ઈન્ડિયન ઓશન ડિપોલ)ની સ્થિતિ પ્રવર્તી રહી છે અને નવીનતમ જલવાયુ મોડલના પૂર્વાનુમાનથી સંકેત મળી રહ્યા છે કે, ચોમાસાના બાકીના ભાગમાં પોઝિટિવ આઈઓડીની સ્થિતિ વિકસિત થશે. પરંતુ ૫ ઓગસ્ટથી ઓછામાં ઓછા મહિનાના મધ્ય ભાગ સુધીમાં સ્ર્ત્નંની સ્થિતિ વિપરીત હશે જેના લીધે ઓગસ્ટના પહેલા ભાગમાં દેશના કેટલાય વિસ્તારોમાં ઓછો વરસાદ પડી શકે છે.

    મેડન-જુલિયન ઓસિલેશન વિષુવવૃત્તીય પ્રદેશમાં પૂર્વ તરફ આગળ વધતી વાવાઝોડાની સિસ્ટમ છે, જે ભારતીય, પેસિફિક અને એન્ટલાન્ટિક મહાસાગરો ઉપર ફરતી રહે છે. જેના કારણે તેના માર્ગમાં આવતા વિવિધ વિસ્તારોમાં હવામાનની પેટર્ન બદલાય છે. જ્યારે મેડન-જુલિયન ઓસિલેશન સક્રિય હોય ત્યારે તે જે વિસ્તારમાંથી પસાર થઈ રહી હોય તે પ્રદેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ કહ્યું કે, ૫ ઓગસ્ટથી ૧૭ ઓગસ્ટ દરમિયાન મધ્ય ભારત સહિતના કેટલાક વિસ્તારોમાં ખૂબ ઓછો વરસાદ પડી શકે છે. જાેકે, આ સમયગાળા પછી દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદ વધી શકે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Taiwan China tension news:તાઇવાન સંરક્ષણ મંત્રાલય અપડેટ

    July 2, 2025

    Waterfalls near Varanasi:વારાણસીથી 100 કિમીની અંદરના પર્યટન સ્થળ

    July 1, 2025

    Sawan Mehndi Design:સાવન માટે 6 સુંદર અને સરળ અરબી મહેંદી ડિઝાઈન્સ

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.