હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે જ્યારે રવિવારે વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદ પડી શકે છે. જાે કે હાલની સ્થિતિએ રાજ્યમાં સોમવારથી બુધવાર ભારે વરસાદની સંભાવના નહિવત છે.
ફરી એકવાર ચોમાસાની આગાહી મુજબ૨૮ નાં રોજ રાજ્યનાં પશ્ચિમ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આવનારા ઓગસ્ટ મહિનાનાં પ્રથમ સપ્તાહમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ૫ ઓગસ્ટ સુધી પવન ભેજનું ગેસ્ટ પશ્ચિમ ભારત ઉપર અસર વર્તાવશે. જેનાથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે. તેમણે કહ્યું કે, ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ જાેવા મળશે. સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે. તો તાપી અને નર્મદાના જળ સ્ત્રાવમાં પણ વધારો થશે.
આગાહી અનુસાર હજુ ગુજરાતમાં સારા વરસાદનાં સંજાેગો બની રહ્યા છે. ત્યારે મુંબઈ મહારાષ્ટ્રમાં પણ ૪૦૦ મીમી વરસાદ થશે. તેમજ આહવા ડાંગ, વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ૨૬ જુલાઈ એ ઓરિસ્સાનાં દરિયામાં ડીપ ડિપ્રેશન મજબૂત બન્યું છે. જેનાથી ઉત્તર ભારતમાં ભારે વરસાદ થશે. રાજ્યમાં ઓગસ્ટનાં પ્રથમ સપ્તાહમાં વરસાદ થશે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદ થશે. તેમજ નર્મદા અને તાપી જળસ્તરમાં વધારો રહેશે. બંગાળનાં ઉપસાગરમાં અને અરબ સાગરમાં પ્રતિ કિમી ૧૦૦ ની ઝડપે પવન ફૂંકાશે. ઓગસ્ટનાં પહેલા સપ્તાહમાં મહેસાણા, અરવલ્લી સહિતનાં વિસ્તારમાં વરસાદ રહેશે. અમદાવાદમાં વરસાદની શક્યતા છે.
ગુજરાત માટે આગામી ૨૪ કલાક બહુ જ ભારે છે. ચોમાસાનો ચોથો રાઉન્ડ હવે આવી ગયો છે. ગુજરાતમાં વરસાદ હજી ધબધબાટી બોલાવી રહ્યો છે. ત્યારે આ વચ્ચે હવામાન વિભાગની નવી આગાહી આવી ગઈ છે. ગઇકાલે રાતથી મેઘરાજા દક્ષિણ ગુજરાત પર કોપાયમાન થયા હતા. ત્યારે હવે વારો મધ્ય ગુજરાતનો છે. હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, છોટાઉદેપુર જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આગામી ૨૪ કલાક દરમિયાન દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
મોડી રાતથી દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અતિભારે વરસાદ તૂટી પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લામાં જાેવા મળ્યો. નવસારી જિલ્લાની નદીઓ ભારે પાણીથી ગાંડીતૂર બની છે. પુર્ણા, અંબિકા અને કાવેરીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ ઉદભવી છે. પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર એક ફૂટ દૂર છે. તો અંબિકા નદી ભયજનક સપાટીથી ત્રણ ફૂટ દૂર છે.
કાવેરી નદી ભયજનક સપાટીથી છ ફૂટ દૂર છે. પાણી ભરાઈ જતા નવસારી શહેરના નીચાણવાણા વિસ્તારો એલર્ટ કરાયા છે. જિલ્લાની શાળા અને કોલેજાેમાં રજા જાહેર કરાઈ છે. નવસારી શહેરમાં રાત્રી દરમ્યાન ભરાયેલા વરસાદના પાણી ઉતર્યા બાદ પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. જિલ્લાનું વહીવટી તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુસજ્જ બન્યું છે.