Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»મારવાડી કોલેજ ગાંજાનો કેસ ગાંજાના છોડ મામલે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો
    Gujarat

    મારવાડી કોલેજ ગાંજાનો કેસ ગાંજાના છોડ મામલે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 1, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મારવાડી કોલેજ ગાંજા કેસમાં પોલીસે ગુનો નોંધતા કોલેજમાં ચાલતા કાળા કારનામાનો પર્દાફાશ થયો છે. એપ્રિલ માસમાં ગાંજાે મળવાના કેસમાં અંતે ફરિયાદ નોંધાઇ છે. જાે કે આ કેસમાં પોલીસની કામગીરી સવાલોના ઘેરામાં છે. પોલીસે મારવાડી યુનિવર્સિટીમાંથી મળેલા ગાંજાનો છોડ મામલે કોઇ વ્યક્તિ નહિ પરંતુ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે તો પોલીસ કોને બચાવવા માંગે છે તે મોટો સવાલ છે.

    આ તરફ એનડીપીએસનો મામલો હોવાથી આ ઘટનાની તપાસ એસઓજીને સોંપવામાં આવી છે. રાજકોટ સાયબર ક્રાઇમના એસીપી વિશાલ રબારીનું કહેવું છે કે, એફએસએલના રિપોર્ટ બાદ હવે હોસ્ટેલની નજીક ગાંજાે કઇ રીતે આવ્યો તેની તપાસ હાથ ધરાશે. આ ઘટનામાં બગીચાના માળી, તે વિંગમાં રહેતા વિધાર્થી, સિક્યુરીટી ગાર્ડ, વોર્ડ મેન સહિતના લોકોની પુછપરછ કરવામાં આવશે અને કોના દ્રારા આ જથ્થો મુકવામાં આવ્યો તે દિશામાં તપાસ હાથ ધરાશે. પોલીસે આ ફરિયાદમાં કોઇ એક વ્યક્તિની જવાબદારી ન રાખતા અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી છે જે શઁકાના દાયરામાં છે.

    સામાન્ય રીતે કોઇ ગેરકાનુની પ્રવૃતિ ચાલતી હોય તો તે મિલ્કતના સંચાલક અથવા તો જવાબદાર વ્યક્તિ સામે ગુનો નોંધાતો હોય છે, પરંતુ આ કિસ્સામાં ગાંજાના ૨૪ જેટલા છોડ મળ્યા હોવા છતા પણ મારવાડી કોલેજના સંચાલક કે સિક્યુરિટી સામે ગુનો નોંધાયો નથી આ અંગે પોલીસને પુછતા તેઓએ લૂલો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે ફરિયાદમાં નુકસાન ન થાય તે માટે કોઇ વ્યક્તિનું નામ લખ્યું નથી. પોલીસનો દાવો છે કે જાે કોઇ વ્યક્તિનું નામ ફરિયાદમાં હોય અને તે પાછળથી કસુરવાર ન હોય તો ફરિયાદને નુકસાન થાય તેથી કોઇનું નામ લખવામાં આવ્યું નથી.

    ફરિયાદ અંગે કોલેજના સંચાલકોએ દાવો કર્યો છે કે અમે પોલીસની તપાસમાં પૂર્ણ સહયોગ આપીશું. આ ગાંજાે ક્યાંથી આવ્યો તે અમારા માટે પણ પ્રશ્ન છે અમે કોલેજમાં માવા, સિગારેટ સહિત તમામ નશાકારક ચીજવસ્તુ પર પ્રતિબંધ મૂક્યો છે. જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી ત્યારે અમે અમારા કેમ્પસમાં પણ ચકાસણી કરી હતી. એટલું જ નહિ સિક્યુરીટી દ્રારા સમયાંતરે હોસ્ટેલમાં સરપ્રાઇઝ ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.ગત એપ્રિલ માસમાં જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી ત્યારે પોલીસ કમિશનર દ્રારા એસઆઇટીની રચના કરવામાં આવી હતી. આ એસઆઇટી દ્રારા અલગ અલગ લોકોના નિવેદનો લેવામાં આવ્યા હતા જાે કે સાડા ત્રણ મહિનાની તપાસ બાદ પણ એસઆઇટી આ શંકાસ્પદ છોડ ક્યાંથી આવ્યા તે અંગે નક્કર કડી મેળવી શકી નથી તો સવાલ એ છે કે હવે પોલીસ આ શિક્ષણના ઘામમાં ગાંજાનું વાવેતર કરનારને પકડી શકશે ખરા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.