Maruti Swift CNG: મારુતિની આ કાર તમારા માટે એક મજબૂત વિકલ્પ સાબિત થઈ શકે
Maruti Swift CNG: જો તમે સારી માઇલેજ આપતી હેચબેક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો મારુતિની આ લોકપ્રિય કાર તમારા માટે એક મજબૂત વિકલ્પ સાબિત થઈ શકે છે.
Maruti Swift CNG: ભારતીય બજારમાં મારુતિ સુઝુકીની લોકપ્રિયતા કોઈથી છુપાઈ નથી. કંપની થોડા મહિના પહેલાં જ પોતાની લોકપ્રિય સ્વિફ્ટ હેચબેકનું CNG વેરિઅન્ટ લોન્ચ કરી ચૂકી છે અને હવે ગ્રાહકો વચ્ચે તેની ખરીદી માટે ભારે માંગ જોવા મળી રહી છે. આ ભારે પ્રતિસાદ પાછળની મુખ્ય કારણ તેની કિફાયતદાર કિંમત, રિફાઈન્ડ એન્જિન અને ઉત્તમ માઇલેજ છે. ભારતમાં CNG કાર ખુબ જ લોકપ્રિય છે અને જો તમે સ્વિફ્ટનું CNG વેરિઅન્ટ ખરીદવા માંગતા હો તો આજે અમે તમને આ વિશે વિગતવાર માહિતી આપવાના છીએ.
ઈન્જિન અને પાવર
મારુતિની Swift CNG માં નવા Z સીરિઝ એન્જિનનો ઉપયોગ કર્યો છે. પેટ્રોલ એન્જિનની તુલનામાં આમાં ઘણા ફેરફારો જોવા મળશે. આ 1.2 લિટરનું એન્જિન CNG મોડમાં 69.75 PS પાવર અને 101.8 ન્યુટન મીટર ટોર્ક ઉત્પન્ન કરે છે. સાથેમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન મળે છે.
ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ
Maruti Swift CNG માં ગ્રાહકોને પેટ્રોલ વર્ઝન જેટલા જ ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં ABS, ESP પ્લસ, સ્ટાન્ડર્ડ રીતે છ એરબેગ્સ, હિલ હોલ્ડ સહાયતા, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, રિયર એસી વેન્ટ, વાયરલેસ ચારજર જેવી સેફ્ટી સુવિધાઓ શામેલ છે. કારમાં 7 ઈંચનું ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને Suzuki Connect જેવા ફીચર્સ પણ મળે છે.
કીમત કેટલી છે?
Swift CNG ભારતીય બજારમાં VXI, VXI (O) અને ZXI વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. બેઝ વેરિઅન્ટ VXIની એક્સ શોરૂમ કિંમત ₹8,19,500 છે અને ટોપ વેરિઅન્ટ ZXIની એક્સ શોરૂમ કિંમત ₹9,19,500 છે.
માઈલેજ કેટલું છે?
માઈલેજની વાત કરીએ તો Swift CNG મોડેલ એર કન્ડીશનર ચલાવતા હોવા છતાં પણ ઈંધણની અસરકારક બચત કરે છે. માહિતી અનુસાર, આ મોડેલ શહેરમાં 24.35 કિમી/કિગ્રા અને હાઈવે પર 31.38 કિમી/કિગ્રા માઈલેજ આપે છે. તેનુ માઈલેજ ડ્રાઈવિંગ સ્ટાઈલ અને રોડની સ્થિતિ પર પણ નિર્ભર કરે છે.