Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ઓગસ્ટ સિરીઝ એક્સપાયરી પર માર્કેટમાં વેચવાલી સેન્સેક્સમાં ૨૫૬, નિફ્ટીમાં ૯૪ પોઈન્ટનો ઘટાડો નોંધાયો
    India

    ઓગસ્ટ સિરીઝ એક્સપાયરી પર માર્કેટમાં વેચવાલી સેન્સેક્સમાં ૨૫૬, નિફ્ટીમાં ૯૪ પોઈન્ટનો ઘટાડો નોંધાયો

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 31, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઓગસ્ટ સિરીઝ એક્સપાયરી પર માર્કેટમાં વેચવાલી જાેવા મળી હતી. ૩ દિવસની તેજી પછી બજાર ઘટાડા પર બંધ થયું. મિડકેપ, સ્મોલકેપ ઈન્ડેક્સ વધીને બંધ થયા હતા જ્યારે પીએસઈ, એનર્જી, મેટલ શેરોમાં વેચવાલી જાેવા મળી રહી હતી ત્યારે બેન્કિંગ, મેટલ, ફાર્મા ઈન્ડક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. સ્થાનિક શેરબજારની શરૂઆત આજે તેજી સાથે થઈ હતી, પરંતુ બંધ થવાના સમયે તે લાલ નિશાન સાથે બંધ થયું. આજે ઓગસ્ટ સિરીઝની એક્સપાયરીનાં દિવસે શેરબજારમાં ઘટાડા પર બંધ થવાને કારણે શેરબજારમાં બંધના ધોરણે નિરાશા જાેવા મળી હતી. અદાણી ગ્રૂપ પર ઓસીસીઆરપીના અહેવાલ બાદ અદાણીના તમામ શેરો ઘટ્યા હતા, જેની અસર બજાર પર પણ જાેવા મળી હતી. જાેકે માર્કેટમાં ઘટાડાનું મુખ્ય કારણ એક્સપાયરી પ્રેશર હતું. આજે બેન્ક નિફ્ટી પણ ઘટાડા પર બંધ થઈ છે અને પીએસયુબેન્કો સતત ત્રીજા દિવસે નબળાઈ સાથે લાલ નિશાનમાં બંધ થઈ છે અને આ સપ્તાહે પીએસયુબેન્ક ઈન્ડેક્સ ૧.૩ ટકા ઘટીને બંધ થયો છે.

    આજે બંધ થવાના સમયે સેન્સેક્સ ૨૫૫.૮૪ પોઈન્ટ અથવા ૦.૩૯ ટકા ઘટીને ૬૪,૮૩૧.૪૧ની સપાટીએ અને નિફ્ટી ૯૩.૬૫ પોઈન્ટ અથવા ૦.૪૮ ટકા ઘટીને ૧૯,૨૫૩.૮૦ના સ્તરે બંધ હતો.
    નિફ્ટી ૧૯૩૮૮ સુધી ઊંચા સ્તરે ગયો હતો, પરંતુ ૧૯૩૦૦ની નીચે આવતાની સાથે જ ઘટાડો વધુ થયો હતો, બંધ થવાના સમયે નિફ્ટી લગભગ ૧૦૦ પોઈન્ટના ઘટાડા સાથે બંધ થવામાં સફળ રહ્યો હતો. બજાર બંધ થવાના સમયે નિફ્ટીના ૫૦માંથી માત્ર ૧૬ શેરો જ તેજી સાથે બંધ થયા છે અને ૩૫ શેરોમાં ઘટાડા સાથે વેપાર બંધ થયો છે.
    અદાણી ગ્રુપ પર વધુ એક રિપોર્ટ સામે આવ્યો છે. નવો રિપોર્ટ આવતાની સાથે જ ભારતીય અબજાેપતિ ગૌતમ અદાણીની સંપત્તિને મોટું નુકસાન થયું છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર રિપોર્ટ અનુસાર, ગૌતમ અદાણીની સંપત્તિમાં થોડા કલાકોમાં ૨ બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. જાે કે, આનાથી તેના રેન્ક પર કોઈ અસર થઈ નથી. ફોર્બ્સની રીઅલ-ટાઇમ અબજાેપતિઓની યાદીમાં ગૌતમ અદાણીનો ક્રમ ૨૪મો છે અને તેમની કુલ સંપત્તિ ઇં૫૩.૪ બિલિયન છે. જાે કે, બ્લૂમબર્ગ અનુસાર, ગૌતમ અદાણી ઇં૫૬.૫ બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના ૨૦મા અબજાેપતિ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Nitish kumar: નવી સરકારની બીજી કેબિનેટ બેઠક – 19 દરખાસ્તોને મંજૂરી

    December 9, 2025

    Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધીનો પ્રહાર: ચૂંટણી પંચ, SIR અને મત ચોરી પર ગંભીર આરોપો

    December 9, 2025

    Vande Mataram debate: પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જનતાના મહત્વના મુદ્દાઓની અવગણના કરવામાં આવી રહી છે!

    December 8, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.