Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»ચંદ્રની સપાટી પર ઉતરવાની રશિયાની આશા તૂટી લુના-૨૫ના ક્રેશથી રશિયન અવકાશ વૈજ્ઞાનિક આઘાતમાં, તબિયત લથડી
    WORLD

    ચંદ્રની સપાટી પર ઉતરવાની રશિયાની આશા તૂટી લુના-૨૫ના ક્રેશથી રશિયન અવકાશ વૈજ્ઞાનિક આઘાતમાં, તબિયત લથડી

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 22, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ચંદ્રની સપાટી પર ઉતરવાની રશિયાની આશા ત્યારે તૂટી ગઈ જ્યારે તેનું ચંદ્ર મિશન લુના-૨૫ ક્રેશ થયું. લુના-૨૫ના ક્રેશથી રશિયન અવકાશ વૈજ્ઞાનિકોને મોટો ઝટકો લાગ્યો છે. આ કારણે રશિયાના ટોચના ભૌતિકશાસ્ત્રીની તબિયત લથડી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

    મળેલા અહેવાલો અનુસાર રશિયાના લુના મિશનના ક્રેશના થોડા કલાકો પછી રશિયાના ટોચના વૈજ્ઞાનિક મિખાઇલ મારોવની તબિયત બગડી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. અહેવાલો મુજબ લુના-૨૫ મિશનની નિષ્ફળતાથી તેમને ઝટકો લાગ્યો છે. દાખલ થયા બાદ હોસ્પિટલમાં મીડિયા સાથે વાત કરતા મિખાઈલ મારોવે ચંદ્ર મિશનની નિષ્ફળતા પર કહ્યું હતું કે ‘તપાસ હજુ ચાલુ છે પરંતુ મારે શા માટે ચિંતા ન કરવી જાેઈએ, તે મારા સંપૂર્ણ જીવનનો સવાલ છે, હું તેનાથી દુખી છું.મારોવે કહ્યું કે ‘અમે ચંદ્ર પર યોગ્ય રીતે લેન્ડિંગ ન કરી શક્યા, તે દુઃખદ છે. મારા માટે અમારો મૂન પ્રોગ્રામ ફરીથી શરૂ કરવાની આ છેલ્લી તક હતી. લુના-૨૫ મિશન સાથે રશિયાએ સોવિયેત યુગના લુના પ્રોગ્રામને પુનઃપ્રારંભ કરવાની આશા વ્યક્ત કરી હતી, પરંતુ રવિવારે રશિયન અવકાશ એજન્સી રોસકોસમોસે પુષ્ટિ કરી હતી કે લુના-૨૫ મિશન સાથેનો સંચાર તૂટી ગયો હતો. ત્યાર બાદ તે ક્રેશ થયું અને મિશન નિષ્ફળ ગયું.

    રશિયન સ્પેસ એજન્સીએ જણાવ્યું હતું કે લુના-૨૫ મિશન લેન્ડિંગ પહેલા ભ્રમણકક્ષામાં ટેકનિકલ ખામીને કારણે નિયંત્રણ બહાર જતું રહ્યું હતું અને આખરે ચંદ્રની સપાટી પર ક્રેશ થયું હતું. રશિયન સ્પેસ એજન્સીનો શનિવારે જ લુના-૨૫ સાથે સંપર્ક તૂટી ગયો હતો. ગઈકાલે લુના-૨૫ ચંદ્રની સપાટી પર ઉતરવાનું હતું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      ભારત પર 100% અમેરિકી ટેરિફનું જોખમ? ટ્રમ્પના નિર્ણય પર દુનિયાની નજર, ભારત-અમેરિકા સંબંધોની કસોટી

      October 16, 2026

      ટ્રમ્પ ભારત પર 100% ટેરિફ લગાવશે? અમેરિકાના નિર્ણયથી ભારતીય વેપાર અને નોકરીઓ પર સંકટ!

      October 16, 2026

      વૈશ્વિક ઓઈલ સંકટ અને વધતી કિંમતો પાછળના અસલી કારણો: ટ્રમ્પનો દાવો

      October 6, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.