Lok Sabha
Top 10 Richest MP: આ 18મી લોકસભામાં સૌથી ધનિક સાંસદો ચૂંટાયા છે. આજે અમે તમને દેશના 10 સૌથી અમીર સાંસદો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
Top 10 Richest MP: દેશમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDAએ સતત ત્રીજી વખત સરકાર બનાવી છે. આ વખતે લોકસભામાં ચૂંટાયેલા 543 સાંસદોમાંથી 503 કરોડપતિ છે. આ તમામની સંપત્તિ ઓછામાં ઓછી એક કરોડ રૂપિયાની છે. દેશના સૌથી અમીર સાંસદની નેટવર્થ હજારો કરોડ રૂપિયામાં છે. આવો અમે તમને દેશના આ 10 સૌથી અમીર સાંસદો વિશે માહિતી આપીએ.
Dr Chandra Sekhar Pemmasani
ડૉ.ચંદ્ર શેખર પેમ્માસાની તેલુગુ દેશમ પાર્ટીની ટિકિટ પર આંધ્ર પ્રદેશના ગુંટુરથી ચૂંટણી જીત્યા છે. તેઓ મોદી સરકારમાં ગ્રામીણ વિકાસ અને સંચાર મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી પણ બન્યા છે. તેમની કુલ સંપત્તિ 5705 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ સાથે તેઓ આ સંસદના સૌથી અમીર સાંસદ છે.
Konda Vishweshwar Reddy
કોંડા વિશ્વેશ્વર રેડ્ડી ભાજપની ટિકિટ પર તેલંગાણાની ચેલેવા સીટથી સાંસદ બન્યા છે. તેમણે 2014ની લોકસભાની ચૂંટણી પણ આ જ બેઠક પરથી ભારત રાષ્ટ્ર સમિતિની ટિકિટ પર જીતી હતી. તેણે એફિડેવિટમાં પોતાની નેટવર્થ 4,568 કરોડ રૂપિયા જાહેર કરી હતી. તેઓ દેશના બીજા સૌથી અમીર સાંસદ છે.
Naveen Jindal
ભારતની સૌથી અમીર મહિલા સાવિત્રી જિંદાલના પુત્ર નવીન જિંદાલ કુરુક્ષેત્ર બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા છે. જિંદાલ સ્ટીલ એન્ડ પાવરના ચેરમેન નવીન જિંદાલની કુલ સંપત્તિ 1241 કરોડ રૂપિયા છે. તેઓ આ લોકસભાના ત્રીજા સૌથી અમીર સાંસદ બની ગયા છે. તેઓ અગાઉ પણ બે વખત સાંસદ રહી ચૂક્યા છે.
Prabhakar Reddy Vemireddy
પ્રભાકર રેડ્ડી વેમીરેડ્ડી VPR માઇનિંગ ઇન્ફ્રાના સ્થાપક છે. તેમની કુલ સંપત્તિ 716 કરોડ રૂપિયા છે. તેઓ તેલુગુ દેશમ પાર્ટીની ટિકિટ પર આંધ્ર પ્રદેશની નેલ્લોર બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. તેઓ 18મી લોકસભામાં ચોથા સૌથી અમીર સાંસદ છે.
CM Ramesh
ભાજપના નેતા સીએમ રમેશ અગાઉ આંધ્રપ્રદેશથી રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. આ વખતે તેઓ આંધ્ર પ્રદેશની અનાકાપલ્લે બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. તેઓ અગાઉ તેલુગુ દેશમ પાર્ટી સાથે જોડાયેલા હતા. તેમની કુલ સંપત્તિ 497 કરોડ રૂપિયા છે.
Jyotiraditya Scindia
જ્યોતિરાદિત્ય સિંધિયા ભારતીય રાજકારણમાં જાણીતું નામ છે. તેમના પિતા અને તેઓ પોતે લાંબા સમય સુધી કોંગ્રેસમાં રહ્યા. તેમની કુલ સંપત્તિ 424 કરોડ રૂપિયા છે. તેઓ મધ્યપ્રદેશની ગુના સીટ પરથી ચૂંટણી જીત્યા છે. અગાઉની મોદી સરકારમાં નાગરિક ઉડ્ડયન મંત્રી રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને આ વખતે ટેલિકોમ મંત્રી બનાવવામાં આવ્યા છે.
Chhatrapati Shahu Maharaj
છત્રપતિ શાહુજી મહારાજ કોલ્હાપુરના રાજવી પરિવારના સભ્ય છે. તેમની સંપત્તિ 342 કરોડ રૂપિયા છે. લોકસભા ચૂંટણીમાં તેઓ મહારાષ્ટ્રની કોલ્હાપુર બેઠક પરથી જીત્યા હતા.
Sribharat Mathukumilli
શ્રીભરથ મથુકુમીલી વિશાખાપટ્ટનમ બેઠક પરથી તેલુગુ દેશમ પાર્ટીની ટિકિટ પર જીત્યા છે. તેમની કુલ સંપત્તિ 298 કરોડ રૂપિયા છે. તેઓ ગાંધી ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટના પ્રમુખ છે.
Hema Malini
બોલિવૂડની જાણીતી અભિનેત્રી હેમા માલિનીએ ઉત્તર પ્રદેશની મથુરા બેઠક પરથી ભાજપની ટિકિટ પર સતત ત્રીજી વખત ચૂંટણી જીતી છે. તેમની સંપત્તિ 278 કરોડ રૂપિયા છે.
Dr Prabha Mallikarjun
ડૉ. પ્રભા મલ્લિકાર્જુન કોંગ્રેસના નેતા છે. તે કર્ણાટકની દેવનાગીરી સીટ પરથી ચૂંટણી જીતી છે. વ્યવસાયે દંત ચિકિત્સક પ્રભા મલ્લિકાર્જુનના લગ્ન કર્ણાટકના મંત્રી એસએસ મલ્લિકાર્જુન સાથે થયા છે. તેમની સંપત્તિ 241 કરોડ રૂપિયા છે.