Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»LICના પોર્ટફોલિયોમાં ₹83,000 કરોડનું ગાબડું: શેરબજારના ઘટાડાનો પ્રભાવ
    Business

    LICના પોર્ટફોલિયોમાં ₹83,000 કરોડનું ગાબડું: શેરબજારના ઘટાડાનો પ્રભાવ

    SatyadayBy SatyadayFebruary 20, 2025No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    LIC

    ગયા વર્ષના ઓકટોબરથી દેશના શેરબજારોમાં શરૂ થયેલો  આક્રમક ઘટાડો ૨૦૨૫માં પણ ચાલુ રહેતા સરકાર હસ્તકની વીમા કંપની લાઈફ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી)ના પોર્ટફોલિઓમાં ૨૦૨૫ના પ્રથમ દોઢ મહિનામાં કુલ રૂપિયા ૮૩૦૦૦ કરોડનું ગાબડુ પડયું છે. પ્રાપ્ત ડેટા પ્રમાણે ડિસેમ્બર, ૨૦૨૪ ત્રિમાસિકના અંતે દેશની લિસ્ટેડ કંપનીઓમાં એલઆઈસીનું એકંદર હોલ્ડિંગ જે રૂપિયા ૧૪.૭૨ ટ્રિલિયન રહ્યું હતું તે ૧૯ ફેબુ્રઆરીના અંતે ઘટી રૂપિયા ૧૩.૮૯ ટ્રિલિયન પર આવી ગયું છે.

    ડિસેમ્બર ત્રિમાસિકના અંતે એલઆઈસીનું ૩૩૦ કંપનીઓમાં એક ટકાથી વધુ હોલ્ડિંગ હતું તેના અભ્યાસને આધારે આ અંદાજ મેળવાયો હોવાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું.

    મોટાભાગના ક્ષેત્રો જેમ કે ફાઈનાન્સિઅલ, ફાર્મા, વીજ, માળખાકીય વગેરેમાં વિદેશી રોકાણકારોની જંગી વેચવાલી આવતા શેરભાવમાં  મોટો ઘટાડો જોવા મળ્યો હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું.

    અમેરિકા દ્વારા શરૂ થયેલી ટેરિફ વોરને પરિણામે દેશના શેરબજારમાં શરૂ થયેલી વોલેટિલિટીને ધ્યાનમાં રાખતા શેરભાવ ફરી ઊંચકાવાની શકયતા હાલમાં જોવાતી નથી .ગયા વર્ષના ઓકટોબરથી અત્યારસુધીમાં ભારતીય ઈક્વિટી કેસમાં વિદેશી રોકાણકારોની  અંદાજેૈ રૂપિયા ૨.૯૪ લાખ કરોડની નેટ વેચવાલી આવી છે. બીએસઈ પર લિસ્ટેડ શેરોની સંયુકત માર્કેટ કેપમાં  સપ્ટેમ્બર, ૨૦૨૪ની ટોચેથી  છેલ્લા સાડાચાર મહિનામાં રૂપિયા ૭૪ લાખ કરોડથી વધુનું ધોવાણ થયાનું પ્રાપ્ત ડેટા પરથી જણાય છે.

    LIC
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Satyaday
    • Website

    Related Posts

    Expressways: કેબલ બ્રિજનું લોડ ટેસ્ટિંગ આજે, શરૂ થવાથી ટ્રાફિક જામથી મુક્તિ મળશે

    June 17, 2025

    Mumbai Water Metro: જામમુક્ત યાત્રા માટે વોટર મેટ્રો સર્જશે નવી ક્રાંતિ

    June 17, 2025

    Changing Food Habits in India: મીઠાશનો વધતો ક્રેઝ: ભારતીયો હવે ચોકલેટ પર ઉડાવે છે વધુ રૂપિયા

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.