Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Auto»Kia Carens Clavis: શરુ થયું આ ધમાકેદાર 7 સીટર કારની બુકિંગ, લોન્ચ થતાંજ Innova Crystaને આપશે તગડી ટક્કર
    Auto

    Kia Carens Clavis: શરુ થયું આ ધમાકેદાર 7 સીટર કારની બુકિંગ, લોન્ચ થતાંજ Innova Crystaને આપશે તગડી ટક્કર

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarMay 10, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Kia Carens Clavis
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Kia Carens Clavis: શરુ થયું આ ધમાકેદાર 7 સીટર કારની બુકિંગ, લોન્ચ થતાંજ Innova Crystaને આપશે તગડી ટક્કર

    Kia Carens Clavis: બે દિવસ પહેલા કિયા દ્વારા જાહેર કરાયેલી કેરેન્સ ક્લેવિસનું બુકિંગ શરૂ થઈ ગયું છે. તેની કિંમત લોન્ચ થયા પછી જાહેર કરવામાં આવશે. ક્લેવિસ એ કિયા કેરેન્સનું ઉપરનું મોડેલ છે, જે ઘણી આધુનિક સુવિધાઓથી સજ્જ છે.

    Kia Carens Clavis: કિયા ઇન્ડિયાએ નવી કારન્સ ક્લેવિસ માટે બુકિંગ લેવાનું શરૂ કરી દીધું છે. રસ ધરાવતા ગ્રાહકો માત્ર 25,000 રૂપિયાની ટોકન રકમથી કાર બુક કરાવી શકે છે. ગ્રાહકો આ કામ અધિકૃત ડીલરો અને સત્તાવાર વેબસાઇટ બંને દ્વારા કરી શકે છે. માત્ર 2 દિવસ પહેલા, કિયાએ કેરેન્સ ક્લેવિસનું અનાવરણ કર્યું.

    આ નવી કારની કિંમતનો ખુલાસો પણ ખૂબ જ જલ્દી કરવામાં આવશે. જણાવી દઈએ કે કેરેન્સ ક્લેવિસ, કિયાની 6 અથવા 7 સીટર કાર કેરેન્સનો અપગ્રેડ મોડેલ છે. આ કાર લોન્ચ થતાંજ Maruti Suzuki Ertiga અને XL6, Toyota Rumion, Toyota Innova Crysta અને Toyota Innova Hycross જેવી કારોને સીધી ટક્કર આપશે.

    Kia Carens Clavis

    ઘણાં સેફ્ટી ફીચર્સથી ભરપૂર છે આ કાર

    કિયા કેરેન્સ ક્લેવિસ કુલ 7 વર્ઝનમાં ઉપલબ્ધ રહેશે, જેમાં HTE, HTE(O), HTK, HTK+, HTK+(O), HTX અને HTX+ વિકલ્પો શામેલ છે. સલામતીના દૃષ્ટિકોણે ક્લેવિસમાં લેવલ-2 ADAS સિસ્ટમ આપવામાં આવી છે, જેમાં 20થી વધુ ડ્રાઈવર અસિસ્ટન્સ ફીચર્સ છે. તેમાં 6 એરબેગ્સ, ESC (Electronic Stability Control), રિયર ઓક્યુપન્ટ એલર્ટ અને કુલ 18થી વધુ સેફ્ટી ફીચર્સનો સમાવેશ થાય છે.

    3 એન્જિન વિકલ્પો સાથે આવશે નવી કેરેન્સ ક્લેવિસ

    નવી કિયા કેરેન્સ ક્લેવિસમાં 1.5-લિટર નેચરલી એસ્પિરેંડ પેટ્રોલ એન્જિન મળશે, જે 113 bhp પાવર જનરેટ કરે છે. તેનો ટર્બો પેટ્રોલ વર્ઝન 158 bhp પાવર આપશે. ઉપરાંત 1.5-લિટર ડીઝલ એન્જિન પણ ઉપલબ્ધ રહેશે. ટર્બો પેટ્રોલ અને નેચરલી એસ્પિરેંડ પેટ્રોલ એન્જિનોમાં નવો મેન્યુઅલ ટ્રાન્સમિશન મળશે, જ્યારે ટર્બો પેટ્રોલ અને ડીઝલ વેરિયન્ટમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે.

    ફીચર્સ મામલે ખૂબ જ શાનદાર

    નવી ક્લેવિસ અનેક કલરમાં ઉપલબ્ધ રહેશે જેમ કે:
    આઈવરી સિલ્વર ગ્લોસ, પ્યુટર ઓલિવ, ઇમ્પિરીયલ બ્લૂ, ગ્લેશિયર વ્હાઇટ પર્લ, ગ્રેવિટી ગ્રે, સ્પાર્કલિંગ સિલ્વર, ઓરોરા બ્લેક પર્લ અને ક્લિયર વ્હાઇટ.

    Kia Carens Clavis

    ઇન્ટિરિયર ફીચર્સની વાત કરીએ તો તેમાં 26.62 ઇંચનું પેનોરામિક ડિસ્પ્લે, ઑફસેટ કિયા લોગો, નવું 2-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવ્યું છે.
    આ ઉપરાંત તેમાં 8 સ્પીકરવાળું બોસ ઓડિઓ સિસ્ટમ, 360 ડિગ્રી કેમેરા, રૂફ માઉન્ટેડ વેન્ટ્સ સાથે સીટ માઉન્ટેડ એર પ્યુરીફાયર, પેનોરામિક સનરૂફ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ જેવી આધુનિક સુવિધાઓ પણ આપવામાં આવી છે.

    Kia Carens Clavis
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

    Related Posts

    Helmet Tips: હેલ્મેટ પહેરતી વખતે આ મોટી ભૂલ કરે છે વાહનચાલકો, રહે છે જીવનો ખતરો

    May 10, 2025

    Dangerous Drone: દુનિયાનો સૌથી ખતરનાક ડ્રોન કયો છે? શું ભારત પાસે છે આ હથિયાર

    May 10, 2025

    5 Suvs in India: ઓછી કિંમત, વધારે ભૌકલ, આ 5 સસ્તી કાર કરી રહી છે કમાલ, દરેક પરિવારની પહેલી પસંદ!

    May 10, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.