Kareena Kapoor interview:સૈફ પર થયેલા હુમલાના 5 મહિના બાદ કરીનાનું મૌન તૂટ્યું: આ તો માનવતાની મર્યાદા છે.
Kareena Kapoor interview:અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા ઘાતકી હુમલાના પાંચ મહિના બાદ અભિનેત્રી કરીના કપૂર ખાને આખરે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે આ ઘટના બાદ જે રીતે સોશિયલ મીડિયા પર રિએક્શન આવ્યું, તે “બિલકુલ બકવાસ અને અસહનીય” હતું.
2025ના જાન્યુઆરીમાં, એક અજાણ્યા ઘુસણખોરે મુંબઈ સ્થિત સૈફ-કરીનાના ઘરમાં ઘૂસીને છરીથી હુમલો કર્યો હતો. આ ઘટનાએ તેમના પરિવાર—ખાસ કરીને તૈમૂર અને જેહ જેવા નાબાલગ બાળકો માટે—મોટો ખતરો ઉભો કર્યો હતો.
ઘરમા ઘુસેલો માણસ બાળકોના રૂમ નજીક હતો – કરીનાનો કડવો અનુભવ
કરીનાએ જણાવ્યું કે આ ઘટના પછી ઘણા સમય સુધી તેઓ ઘરના અંદર પણ અસુરક્ષિત અનુભવતા હતા. “જ્યારે તમારું બાળક તમારા રૂમમાં હોય અને કોઈ ઘરમાં ઘૂસી આવે. એ ક્ષણ ભૂલવી મુશ્કેલ છે,” કરીનાએ કહ્યું.
તેમણે જણાવ્યું કે મુંબઈ જેવા શહેરમાં આવી ઘટના અપ્રત્યાશિત છે. “આવું તો અમે વિદેશમાં સાંભળતા હતા, પણ અહીં નહીં.”
ટ્રોલિંગ અને મીમ્સ પર પણ કરીનાનો તીવ્ર પ્રહાર
હુમલા બાદ મિડિયા અને સોશિયલ મીડિયા પર ચર્ચા ગરમ થઈ ગઈ હતી. ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા કે હુમલા સમયે કરીના ક્યાં હતી. આ પર ઘણા મીમ્સ અને ટ્રોલિંગ પણ થયા, જેને લઈને કરીનાએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું:
“શું એ જ માનવતા છે? બીજાના દુઃખ પર હસી કાઢવી? શું ઇન્ટરનેટનો ઉપયોગ એ માટે થઈ રહ્યો છે? હું તો હજી પણ આ બધું પચાવી શકતી નથી.”
હું મારા બાળકો માટે ભય સાથે જીવવી નથી માંગતી
કરીનાએ સ્પષ્ટતા કરી કે તેમની કોશિશ છે કે આ ઘટનાનો ડર બાળકોના જીવન પર અસર ન કરે. “હું એક માતા અને પત્ની તરીકે પોતાને સંતુલિત રાખવાનો પ્રયાસ કરી રહી છું,” તેમણે કહ્યું. “હું ભગવાનનો આભાર માનું છું કે અમે આજે સુરક્ષિત છીએ.”