Kalki Jayanti 2025: કલ્કી જયંતિની પૂજા અને ધાર્મિક મહત્વ
Kalki Jayanti 2025: કલ્કી જયંતિનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનામાં ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના કલ્કી અવતારની પૂજા કરવામાં આવે છે. ચાલો જાણીએ કે શ્રાવણ મહિનામાં કલ્કી જયંતિ કયા દિવસે આવશે.
Kalki Jayanti 2025: કલ્કી જયંતિ દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષના છઠ્ઠા દિવસે ઉજવવામાં આવે છે. હિન્દુ પંચાંગ મુજબ, ભગવાન કલ્કી આ દિવસે પ્રગટ થયા હતા. આ દિવસે ભગવાન વિષ્ણુના કલ્કી અવતારની પૂજા કરવામાં આવે છે. કલ્કિ અવતાર એ ભગવાન વિષ્ણુનો દસમો અને અંતિમ અવતાર છે. આ ભગવાન વિષ્ણુનો આગામી અવતાર છે જે કળિયુગના અંતમાં થવાનો છે.
કલ્કી જયંતી 2025 તારીખ
વર્ષ 2025માં કલ્કી જયંતી બુધવાર, 30 જુલાઈ 2025 ના રોજ મનાવવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુના કલ્કી અવતારની પૂજા-અર્ચના કરવામાં આવે છે.
- પૂજા માટે શુભ મુહૂર્ત – સાંજના 4:31થી 7:13 સુધી રહેશે.
- ષષ્ઠી તિથિ શરૂ – 30 જુલાઈના મધરાતે 12:46 કલાકે
- ષષ્ઠી તિથિ પૂર્ણ – 31 જુલાઈ 2025ના રાત્રે 2:41 વાગ્યે
આ પાવન દિવસે ભગવાન કલ્કીના અવતારનું સ્મરણ કરવાથી પાપોનો નાશ થાય છે અને ભક્તને અધર્મના વિરોધમાં ધર્મના માર્ગે આગળ વધવાની શક્તિ પ્રાપ્ત થાય છે.
કલ્કી જયંતી પૂજન વિધી
- આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો અને વ્રત લેવાનો સંકલ્પ કરો.
- પીળા કે સફેદ કપડાં પહેરો અને ઘરમાં તથા પૂજા સ્થળે ગંગાજળ અથવા સ્વચ્છ પાણીથી શુદ્ધિ કરો.
- મંદિરમાં અથવા ઘરના પૂજાના સ્થાન પર ભગવાન વિષ્ણુ અને ભગવાન કલ્કીની મૂર્તિ/છબીની સ્થાપના કરો.
- પૂજામાં પીળા ફૂલો, તુલસીના પત્તા, ચંદનનો લેપ, અક્ષત (અખંડિત ચોખા), ધૂપબત્તી, ઘીના દીવા, ફળ, મીઠાઈ અને પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ અને પાણી) રાખો.
- સૌથી પહેલા ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવો.
- સ્વચ્છ વસ્ત્ર ધરાવો, ચંદન અને હળદરનો તિલક કરો.
- ફૂલો અને તુલસી અર્પણ કરો.
- દીવો અને ધૂપ પ્રગટાવો અને ભગવાનની આરતી કરો અને ભોગ લગાવો.
- “ॐ कल्किने नमः” મંત્રનો ઓછામાં ઓછો ૧૦૮ વખત જાપ કરો.
- વિષ્ણુ સહસ્ત્રનામ અથવા કલ્કી સ્તોત્રનું પઠન કરો.
કલ્કી જયંતીના શુભ દિવસે દેશભરના વિષ્ણુ મંદિરોમાં વિશેષ પૂજા અને આરાધના થાય છે. અનેક ભક્તો આ દિવસે ઉપવાસ રાખે છે અને બીજા દિવસે વ્રતનું પારણ કરે છે.
આ દિવસે કલ્કિ પુરાણ તથા વિષ્ણુ સહસ્ત્રનામના પઠનને વિશેષ શુભ માનવામાં આવે છે.
કેટલાક મંદિરોમાં “છપ્પન ભોગ” અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે.