બોલિવૂડના દિગ્ગજ એક્ટર પંકજ ત્રિપાઠી શુક્રવારે વારાણસીમના ઘાટ પર જાેવા મળ્યા હતા. જે દરમિયાન તેણે માથા પર સફેદ દુપટ્ટો, ચહેરા પર માસ્ક અને પગમાં ચપ્પલ પહેર્યા હતા. તમને જણાવી દઈએ કે, પિતાના અવસાન બાદ તેઓ તેમના અસ્થિ વિસર્જન માટે વારાણસી પહોંચ્યા હતા. જ્યા તેઓ વારાણસીના પ્રખ્યાત અસ્સી ઘાટે પાસે જઈ તે હોડીમાં બેસીને ગંગાની મધ્ય તરફ ગયા હતા. કાશીના અસ્સી ઘાટના મુખ્ય યાત્રાધામ પુજારી બલરામ મિશ્રાની દેખરેખ હેઠળ ગંગાની મધ્યમાં પાંચ બ્રાહ્મણો દ્વારા શાંતિ પૂજા કરવામાં આવી હતી. આ દરમિયાન પંકજ ત્રિપાઠી હાથ જાેડીને પિતાને યાદ કરતા જાેવા મળ્યા હતા. વિધિવત પૂજા કર્યા પછી, કાલિન ભૈયાએ તેમના પિતાની રાખને ગંગામાં ડૂબાડી.
તે પછી તેઓ પાછા અસ્સી ઘાટ પર પાછા ફર્યા. આ દરમિયાન ઘાટ પર લોકો પણ તેમની એક ઝલક મેળવવા આતુર જાેવા મળ્યા હતા. પંકજ ત્રીપાઠીીએ અસ્સી ઘાટ પર ઉતર્યા બાદ મા ગંગા સેવા સમિતિના કાર્યાલયમાં બેસીને ચાની ચુસ્કી પણ લીધી હતી. તેને આ ચા એટલી ગમી હતી કે, તેણે એક નહીં પણ ૨ કુલ્હડ લઈને ચા પીધી હતી. તમને જણાવી દઈએ કે, એક્ટર પંકજ ત્રિપાઠી પોતાની દમદાર એક્ટિંગ માટે જાણીતા છે. આ માટે તેને નેશનલ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. જાેકે, આ પહેલા પણ તેને નેશનલ એવોર્ડ મળી ચૂક્યો છે. આ ઉપરાંત પંકજ ત્રિપાઠીને મિર્ઝાપુરમાં કાલીન ભૈયાના રૂપમાં પણ ઘણી ઓળખ મળી છે.