Jio-Airtel Recharge Plan
Recharge Plan Hike: જિયો અને એરટેલે તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. Jioના 19 પ્લાનની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. એરટેલનો 28 દિવસનો પ્લાન હવે 179 રૂપિયાથી વધીને 199 રૂપિયા થઈ ગયો છે.
Jio અને Airtel રિચાર્જ પ્લાન હાઈક: Jio અને Airtel એ ગયા મહિને તેમના રિચાર્જ પ્લાનની કિંમતો વધારવાની જાહેરાત કરી હતી. જે આજથી એટલે કે 3જી જુલાઈથી અમલમાં આવી ગયો છે. હવે યુઝર્સને રિચાર્જ કરાવવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે. જિયોના પ્રીપેડ, ટોપઅપ અને પોસ્ટપેડ પ્લાન સહિત કુલ 19 પ્લાનની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. રિલાયન્સ જિયોનો સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન જે પહેલા 155 રૂપિયાનો હતો તે હવે વધીને 189 રૂપિયા થઈ ગયો છે.
હવે એરટેલનો 28-દિવસનો પ્લાન, જે પહેલા 179 રૂપિયામાં ઉપલબ્ધ હતો, તે હવે યુઝર્સને 199 રૂપિયામાં ઉપલબ્ધ થશે. વોડાફોન ઈન્ડિયાની વધેલી કિંમતો આવતીકાલે એટલે કે 3જી જુલાઈથી લાગુ કરવામાં આવશે.
Jio પ્લાનની કિંમતોમાં વધારો
Jioનો સૌથી સસ્તો પ્લાન 155 રૂપિયામાં ઉપલબ્ધ હતો. હવે તે 189 રૂપિયામાં ઉપલબ્ધ થશે, જેમાં તમને 28 દિવસ માટે 2 જીબી ડેટા મળશે. આ સિવાય જો મિડ-રેન્જ પ્લાનની વાત કરીએ તો 479 રૂપિયાનો પ્લાન હવે 579 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આમાં તમને 56 દિવસ માટે દરરોજ 1.5 જીબી ડેટા મળશે. આ પછી, 666 રૂપિયાનો પ્લાન આજથી 799 રૂપિયામાં ઉપલબ્ધ થશે. જેમાં દરરોજ 1.5 જીબી ડેટા મળશે. આ સિવાય 999 રૂપિયાનો પ્લાન વધેલી કિંમતો બાદ 1199 રૂપિયામાં મળશે.
આમાં તમને દરરોજ 3 જીબી ડેટા મળશે. જ્યારે 336 દિવસના પ્લાનની કિંમત પહેલા 1559 રૂપિયા હતી, જે હવે વધીને 1899 રૂપિયા થઈ ગઈ છે. આમાં યુઝર્સને દરરોજ 24 જીબી ડેટા મળશે. જો આપણે Jioના એક વર્ષના પ્લાનની વાત કરીએ તો તેની કિંમત પહેલા 2999 રૂપિયા હતી, જેને વધારીને 3599 રૂપિયા કરવામાં આવી છે. આમાં તમને દરરોજ 2.5 જીબી ડેટા મળશે.
એરટેલના પ્લાનની કિંમતોમાં વધારો
Jioની જેમ એરટેલે પણ પોતાના પ્લાનની કિંમતો વધારવાની જાહેરાત કરી હતી. વધેલી કિંમતોની વાત કરીએ તો એરટેલનો સૌથી સસ્તો પ્લાન 179 રૂપિયાનો હતો, જેને વધારીને 199 રૂપિયા કરવામાં આવ્યો છે. આમાં 28 દિવસ સુધી દરરોજ 2 જીબી ડેટા મળશે. આ સિવાય યુઝર્સને હવે 84 દિવસનો પ્લાન 509 રૂપિયામાં મળશે.
પહેલા તેની કિંમત 455 રૂપિયા હતી. 479 રૂપિયાનો પ્લાન હવે 579 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આમાં તમને 56 દિવસ માટે દરરોજ 1.5 જીબી ડેટા મળશે. જ્યારે 84 દિવસના પ્લાનની કિંમત પહેલા 719 રૂપિયા હતી. જે હવે વધારીને 859 રૂપિયા કરવામાં આવી છે. જો આપણે એક વર્ષના પ્લાનની વાત કરીએ તો પહેલા તેની કિંમત 1799 રૂપિયા હતી, પરંતુ આજથી તેની કિંમત વધીને 3599 રૂપિયા થઈ ગઈ છે. આમાં યુઝર્સને દરરોજ 2 જીબી ડેટા મળશે.