Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»ITR After Death: કાનૂની વારસદારો માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન
    Business

    ITR After Death: કાનૂની વારસદારો માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJuly 11, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    ITR After Death
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ITR After Death: જાણો કયા કારણોસર આવકવેરા રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે અને તેની પ્રક્રિયા શું છે

    ITR After Death: ભારતમાં આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવી દરેક કરદાતા નાગરિકની કાનૂની જવાબદારી છે. પરંતુ ઘણા લોકોને આ વાતની જાણકારી નથી કે વ્યક્તિના મૃત્યુ પછી પણ ITR ફાઇલ કરવું જરૂરી હોય છે. આવી સ્થિતિમાં મૃતકનું રિટર્ન તેની કમાણીના વર્ષ માટે તેનાં કાનૂની વારસદાર દ્વારા ફાઇલ કરવું પડે છે.

    કેમ જરૂરી છે મૃતક માટે ITR ફાઇલ કરવી?

    મૃતક વ્યક્તિએ તેના મૃત્યુ સુધી જે પણ આવક (જેમ કે પગાર, વ્યાજ, ભાડું વગેરે) મેળવી હોય, તે તમામ કરપાત્ર આવકમાં આવે છે. આવકવેરા કાયદા હેઠળ, આવી આવક પર ટેક્સ ફરજિયાર છે.
    જો આ આવક માટે ITR ફાઇલ ન કરવામાં આવે, તો આવકવેરા વિભાગ મૃતકના નામે નોટિસ મોકલી શકે છે, જેને પછી વારસદારને જવાબદારીથી નાબૂદ કરવા મુશ્કેલ બની શકે.

    તદુપરાંત, જો મૃતકના પગારમાંથી TDS કપાયેલું હોય અથવા કોઈપણ રિફંડ બાકી હોય, તો તેને મેળવવા માટે પણ ITR ફાઇલ કરવી જરૂરી બને છે.

    ITR After Death

    કોણ ફાઇલ કરી શકે છે?

    મૃતકના ITR ફાઇલ કરવાની જવાબદારી તેમના કાનૂની વારસદારની હોય છે. સામાન્ય રીતે, કાનૂની વારસદારમાં પતિ, પત્ની, સંતાન, ભાઈ-બહેન અથવા અન્ય નિકટના સંબંધીઓ આવરી લેવાય છે. જો વસિયતનામું હોય, તો તે મુજબ નિમાયેલા નોમિનીને કાનૂની વારસદાર તરીકે માન્યતા અપાય છે.

    કેવી રીતે ફાઇલ કરવું?

    1. પ્રથમ પગલું:
      ઈ-ફાઇલિંગ પોર્ટલ (https://incometax.gov.in) પર જઈને, “Legal Heir” તરીકે નમોદણી કરો.

    2. જરૂરી વિગતો આપો:

      • મૃત્યુ પામેલ વ્યક્તિનો PAN

      • જન્મ અને મૃત્યુ તારીખ

      • કાનૂની વારસદારનો PAN અને સંબંધ

    3. દસ્તાવેજો અપલોડ કરો:

      • મૃત્યુ પ્રમાણપત્ર

      • વારસાની પુષ્ટિ (જેમ કે ઉત્તરાધિકાર પ્રમાણપત્ર, વસિયતનામું, સોગંદનામું)

    4. અરજી સબમિટ કરો
      આવકવેરા વિભાગ તમારી અરજીની સમીક્ષા કરીને જો મંજૂર કરે, તો ત્યાર પછી તમે રિટર્ન ફાઇલ કરી શકો છો.

    5. ITR ફાઇલ કરવી:

      • પોર્ટલ પર “Legal Heir” તરીકે લૉગિન કરો

      • ITR ફાઇલ કરવાનું વર્ષ અને ફોર્મ પસંદ કરો

      • “File as Legal Heir” વિકલ્પ પસંદ કરો

      • જરૂરી માહિતી ભરીને રિટર્ન સબમિટ કરો

    ITR After Death

    મૃત્યુ પછી પણ ITR ફાઇલ કરવી એ માત્ર કાનૂની ફરજ જ નહીં, પણ વિમો, રોકડ રિફંડ, મિલકત દાવા જેવી બાબતો માટે પણ મહત્વપૂર્ણ છે. તેથી જો તમારા પરિવારમાં આવી સ્થિતિ ઊભી થાય, તો સમયસર અને યોગ્ય રીતે ITR ફાઇલ કરો – જેથી કાનૂની અને નાણાકીય મુશ્કેલીઓથી બચી શકાય.

    ITR After Death
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

    Related Posts

    Changur Baba Net Worth: ધર્માંતરણ ગેંગના સૂત્રધાર ‘ચાંગુર બાબા’ની કરોડોની સંપત્તિનો પર્દાફાશ

    July 11, 2025

    IMF on UPI India: “આજના સમયમાં ભારત સૌથી ઝડપી ચુકવણી કરનાર દેશ”

    July 11, 2025

    Gautam Adani Speech: “ડોક્ટરો આશા છે” – આરોગ્ય માળખા સુધારવાની અપીલ સાથે ગૌતમ અદાણીનું ભાવનાત્મક સંબોધન

    July 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.