ગદર ૨ આ વર્ષે ૧૧ ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને હવે તેને રિલીઝ થયાને ૧૨ દિવસ થઈ ગયા છે. આ ફિલ્મે ૧૨ દિવસમાં ૪૦૦.૧૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે અને આ સાથે આ વર્ષની બીજી સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ બની ગઈ છે. આવી સ્થિતિમાં હવે ગદર ૨ના અભિનેતા સની દેઓલે દર્શકોનો આભાર માન્યો છે. સની દેઓલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યો છે. વીડિયો દ્વારા સની દેઓલે પ્રેક્ષકોનો આભાર માન્યો અને કહ્યું તમને બધાને નમસ્તે, સૌ પ્રથમ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર… તમને ગદર ૨ ગમ્યું… મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું સની દેઓલ વીડિયોમાં આગળ કહે છે, ‘અમે ૪૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. અમે આગળ વધીશું. પરંતુ આ બધું તમારા લોકોના કારણે શક્ય થયું છે. કારણ કે તમને ફિલ્મ ગમી છે, તમને તારા સિંહ અને શકીના પસંદ આવી. સકીનાને ગમ્યું, આખો પરિવાર પસંદ આવ્યો.
તેથી આભાર…. આભાર…. આભાર…’ ચાહકોને સની દેઓલની દર્શકોનો આભાર માનવાની રીત પસંદ આવી છે. તેના વીડિયો પર લોકો જાેરદાર પ્રતિક્રિયા આપી રહ્યાં છે. સનીના વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું- ‘આટલી સારી ફિલ્મ આપવા બદલ તમારો આભાર સર.’ અન્ય એક યુઝરે લખ્યું. સર તમારો આભાર, તમારી આંખમાં આંસુ આવી ગયા, દરેકને તમારો આ પ્રેમ યાદ રહેશે. જે કામ કોઈ હીરો ન કરી શકે, ફક્ત ૨ લોકો જ કરી શકે, તમારા પિતા ધરમ’ સર અને તમને… લવ યુ સની પાજી. સની દેઓલની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ગદર ૨’ હવે ૪૦૦ કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે અને હવે ૫૦૦ કરોડની કમાણી તરફ આગળ વધી રહી છે. ફિલ્મનો ક્રેઝ દર્શકોમાં યથાવત છે અને આ જ કારણ છે કે ૧૨માં દિવસે પણ ફિલ્મે ૧૧.૫૦ કરોડનો બિઝનેસ કર્યો છે. આવી સ્થિતિમાં ફિલ્મની ટીમની અપેક્ષાઓ વધુ વધી ગઈ છે.