iQOO Neo9 Pro: OnePlus ભારતમાં OnePlus 12 સિરીઝને થોડા જ દિવસોમાં લોન્ચ કરશે. આ સીરીઝ હેઠળ OnePlus 12R પણ લોન્ચ કરવામાં આવશે, જેની કિંમત ભારતમાં 40 થી 42,000 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.
OnePlusના નવા ફોનને ટક્કર આપવા માટે IQ આવતા મહિને iQOO Neo9 Pro સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આમાં તમને ડ્યુઅલ કેમેરા સેટઅપ અને 5160 mAh બેટરી મળશે.
- દરમિયાન, iQOO Neo9 Pro ના કલર ઓપ્શન્સ વિશે જાણકારી સામે આવી છે. આ ફોન ભારતમાં 3 કલર ઓપ્શનમાં લોન્ચ થઈ શકે છે જેમાં બ્લેક, બ્લુ અને લેધર રેડ સામેલ છે.
- તમે iQOO Neo9 Pro માં 50+8MP ડ્યુઅલ કેમેરા સેટઅપ મેળવી શકો છો. આ સ્માર્ટફોન Qualcomm Snapdragon 8 Gen 2 SOC પર કામ કરશે. કંપનીએ તેની વેબસાઇટ પર આ માહિતી શેર કરી છે.
- આ સ્માર્ટફોન 22 ફેબ્રુઆરીએ લોન્ચ થશે, જે OnePlus 12 સિરીઝના બરાબર એક મહિના પછી માર્કેટમાં આવશે. OnePlus 12R વિશે વાત કરીએ તો, તમને તેમાં ટ્રિપલ કેમેરા સેટઅપ મળશે જેમાં 50+8+32MPના ત્રણ કેમેરા હોઈ શકે છે.
મોબાઇલ ફોન Snapdragon 8 Gen 2 SOC પર કામ કરશે. તેમાં 100 વોટ ફાસ્ટ ચાર્જિંગ સાથે 5500 mAh બેટરી હશે.