Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Technology»iQOO Neo 10 લોન્ચ : 7000mAh બેટરી અને 144Hz ડિસ્પ્લે સાથે આવ્યો પાવરફુલ સ્માર્ટફોન
    Technology

    iQOO Neo 10 લોન્ચ : 7000mAh બેટરી અને 144Hz ડિસ્પ્લે સાથે આવ્યો પાવરફુલ સ્માર્ટફોન

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarMay 26, 2025No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    iQOO Neo 10 આજે ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યું છે

    iQOO Neo 10 આજે ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યું છે. iQOO Neo 10 ની સૌથી મોટી ખાસિયત તેની શક્તિશાળી 7,000mAh બેટરી છે. કંપનીનો દાવો છે કે આ ફોન 120W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.

    iQOO Neo 10 આજે બપોરે 12 વાગ્યે ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યું છે અને લોકો તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ સ્માર્ટફોનની લોન્ચ વિગતો એમેઝોન ઇન્ડિયા અને iQOO ના સોશિયલ મીડિયા ચેનલો પર ઉપલબ્ધ થશે. કંપનીએ ધીમે ધીમે તેના ફીચર્સ ટીઝ કર્યા છે, જેના કારણે તેના વિશે ઘણી માહિતી પહેલાથી જ બહાર આવી ચૂકી છે. ચાલો આ ફોન વિશે વિગતવાર જાણીએ….

    મળશે 7,000mAh ની શક્તિશાળી બેટરી

    iQOO Neo 10 ની સૌથી મોટી ખાસિયત તેની 7,000mAh ની તાકાતવર બેટરી છે. કંપનીનો દાવો છે કે આ ફોન 120W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, જેના કારણે ફક્ત 15 મિનિટમાં 0થી 50% સુધી ચાર્જ થઈ જશે. એટલે કે, ઝડપી ચાર્જિંગ અને લાંબો બેટરી બેકઅપ – બંનેનો લાભ મળશે.

    iQOO Neo 10

    મળશે Snapdragon 8s Gen 4 પ્રોસેસર

    આ ફોનમાં Snapdragon 8s Gen 4 પ્રોસેસર હશે, જે Qualcomm નો તાજેતરનો અને શક્તિશાળી ચિપસેટ છે, ખાસ કરીને અપ્પર મિડ-રેન્જ સ્માર્ટફોન્સ માટે ડિઝાઇન કરવામાં આવેલો છે. સાથે મળશે LPDDR5x RAM અને UFS 4.1 સ્ટોરેજ, જે ફોનની સ્પીડ અને પરફોર્મન્સને ખૂબ ઝડપી અને સ્મૂથ બનાવશે.

    ગેમર્સ માટે ખાસ ડિઝાઇન

    iQOO એ આ ફોનને ખાસ કરીને ગેમિંગ યૂઝર્સને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કર્યો છે. તેમાં 144FPS ગેમિંગ સપોર્ટ અને 3000Hz ટચ સેમ્પલિંગ રેટ મળશે, જેનાથી ગેમ રમતી વખતે સ્ક્રીનનો રિસ્પોન્સ અત્યંત ઝડપી રહેશે. ડિસ્પ્લેની વાત કરીએ તો તેમાં 1.5K AMOLED સ્ક્રીન મળશે, જેમાં 144Hz રિફ્રેશ રેટ અને 5500 નિટ્સની પીક બ્રાઇટનેસ હશે – એટલે કે તેજ ધૂપમાં પણ સ્ક્રીન સ્પષ્ટ રીતે દેખાશે.

    શાનદાર કેમેરાની વ્યવસ્થા

    કેમેરા મામલામાં પણ ફોન ખૂબ મજબૂત છે. પાછળ મળશે 50MP નો Sony IMX પ્રાઈમરી સેન્સર, સાથે એક સેકન્ડરી લેન્સ પણ હશે, જે વિશે હજુ માહિતી જાહેર થઈ નથી. સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે 32MP નો ફ્રન્ટ કેમેરા આપવામાં આવશે.

    iQOO Neo 10

    કેટલી હોઈ શકે છે કિંમત?

    કીમતીની વાત કરીએ તો લીક થયેલા રિપોર્ટ્સ અનુસાર iQOO Neo 10 ની કિંમત ₹33,000 થી ₹35,000 વચ્ચે હોઈ શકે છે. જોકે બેન્ક ઓફર્સ અને લોન્ચ ડીલ્સ બાદ તેની અસરકારક કિંમત લગભગ ₹30,000 સુધી પહોંચી શકે છે. આ ફોન અગાઉ લોન્ચ થયેલા Neo 10R કરતાં થોડો પ્રીમિયમ રહેશે અને તેની સિરીઝમાં એક વધુ સારો વિકલ્પ બનશે. ડિઝાઇન અને કદ વિશે સંપૂર્ણ માહિતી હજી આપવામાં આવી નથી, પણ સ્ક્રીન સાઇઝ આશરે 6.7 ઈંચ હોવાની સંભાવના છે, જે Neo 10R ની 6.78 ઈંચ સ્ક્રીન જેટલી જ છે.

    iQOO Neo 10
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

    Related Posts

    Airtel Plan માં મળી રહ્યા છે Netflix, JioCinema અને ZEE5

    May 28, 2025

    Smartphone Hacking Sign: તમારો ફોન હેક થયો છે કે નહીં તે કેવી રીતે જાણવું?

    May 28, 2025

    Old Smartphone Selling Tips: જુના ફોન વેચતા સમયે આ મુદ્દાઓનું ધ્યાન રાખવું જરૂરી

    May 28, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.