Swiggy IPO
ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ Swiggy નો IPO આવતીકાલે એટલે કે બુધવાર, 6 નવેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને શુક્રવાર, 8 નવેમ્બરે બંધ થશે. સ્વિગી આ IPO દ્વારા કુલ રૂ. 11,327.43 કરોડ એકત્ર કરવા માંગે છે. આ ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગ અને ડિલિવરી કંપની તેના IPO હેઠળ રૂ. 4499 કરોડના મૂલ્યના 11,53,58,974 નવા શેર ઈશ્યૂ કરશે. જ્યારે કંપનીના પ્રમોટર્સ OFS દ્વારા રૂ. 6828.43 કરોડના મૂલ્યના 17,50,87,863 કરોડ શેર ઇશ્યૂ કરશે
કંપનીએ આ IPO હેઠળ રૂ 1 ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક શેર માટે રૂ. 371 થી રૂ 390 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. સ્વિગી કર્મચારીઓને દરેક શેર પર 25 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. IPO માટે અરજી કરનારા રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા રૂ. 14,820નું રોકાણ કરવું પડશે, જેમાં તેમને એક લોટમાં 38 શેર આપવામાં આવશે. આ એક મેઈનબોર્ડ IPO છે, જે ભારતીય શેરબજારના બંને મુખ્ય એક્સચેન્જો, BSE અને NSE પર સૂચિબદ્ધ થશે.
સ્વિગીએ તેના IPO હેઠળ QIB માટે 75 ટકા, રિટેલ રોકાણકારો માટે 10 ટકા અને NII માટે 15 ટકા ક્વોટા અનામત રાખ્યો છે. 8 નવેમ્બરે IPO બંધ થયા બાદ સોમવાર, 11 નવેમ્બરે શેરની ફાળવણી કરવામાં આવશે. આ શેર બીજા જ દિવસે એટલે કે મંગળવાર, 12મી નવેમ્બરે રોકાણકારોના ડીમેટ ખાતામાં જમા કરવામાં આવશે. આખરે બુધવાર, 13 નવેમ્બરે શેરબજારમાં IPO લિસ્ટ થશે.
હવે સ્વિગીનો આઈપીઓ શરૂ થવામાં થોડા જ કલાકો બાકી છે, પરંતુ ગ્રે માર્કેટમાં કંપનીના શેરને લઈને કોઈ ખાસ પ્રતિસાદ નથી. શેરોના ગ્રે માર્કેટ પ્રીમિયમ પર નજર રાખતી વેબસાઇટ્સ અનુસાર, મંગળવાર, 5 નવેમ્બરના રોજ, કંપનીના શેરની જીએમપી કિંમત રૂ. 7 (1.79 ટકા) પર ચાલી રહી હતી. પરંતુ એવું માનવામાં આવે છે કે સ્વિગીના શેરની જીએમપી કિંમત સબસ્ક્રિપ્શનના આધારે ઉપર કે નીચે જઈ શકે છે.