iPhone વપરાશકર્તાઓ માટે Google Maps લાવ્યું એક ધમાકેદાર ફીચર!
iPhone: ગૂગલ મેપ્સ હવે એક નવી સુવિધા લઈને આવ્યું છે જે હાલમાં ફક્ત આઇફોન વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ છે. આ નવી સુવિધાની મદદથી, હવે જો તમે તમારા iPhone પર કોઈપણ સ્થળનો સ્ક્રીનશોટ લો છો, જેમાં તે સ્થળનું નામ અથવા સરનામું હોય છે, તો Google Maps આપમેળે તે સ્થળને ઓળખી લેશે.
iPhone: એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ લોકપ્રિય લોકેશન ટ્રેકિંગ એપ્લિકેશન, ગૂગલ મેપ્સ હવે એક નવી સુવિધા લઈને આવી છે જે હાલમાં ફક્ત આઇફોન વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ છે. આ નવી સુવિધાની મદદથી, હવે જો તમે તમારા iPhone પર કોઈપણ સ્થળનો સ્ક્રીનશોટ લો છો, જેમાં તે સ્થળનું નામ અથવા સરનામું હોય છે, તો Google Maps આપમેળે તે સ્થળને ઓળખી લેશે અને તેને સેવ કરેલા સ્થળોની યાદીમાં ઉમેરશે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે હવે યુઝરને ગેલેરીમાંથી નકશા જોયા પછી મેન્યુઅલી તેના પર સરનામું શોધવાની જરૂર રહેશે નહીં. આ સુવિધા વપરાશકર્તાઓનો ઘણો સમય બચાવશે.
આ ફીચર કેવી રીતે કામ કરે છે?
જો તમે iPhone વપરાશકર્તા છો, તો આ નવા ફીચરના લાભ લેવા માટે સૌથી પહેલા Google Maps એપ્લિકેશનને નવીનતમ સંસ્કરણમાં અપડેટ કરો. ત્યારબાદ:
-
એપ્લિકેશન ખોલો અને નીચે આપેલા “You” ટેબ પર જાઓ.
-
અહીં તમને “Screenshots” નામથી એક નવી પ્રાઈવેટ લિસ્ટ દેખાશે.
-
Google સ્વયં તમારી ગેલેરીને સ્કેન કરશે અને સ્ક્રીનશૉટ્સમાં રહેલા લોકેશન ડેટાના આધારે કેટલાક સૂચનો આપશે.
-
તમે ઈચ્છે તો આ સ્થળોને “Save” કરી શકો છો અથવા “Don’t Save” પણ પસંદ કરી શકો છો.
Auto-scan ઑન અથવા ઑફ કરવું પણ શક્ય
જો તમે Google Maps ને તમારી પુરી ગેલેરી એક્સેસ આપતા હો, તો આ એપ્લિકેશન આપમેળે તમારા નવા સ્ક્રીનશૉટ્સને સ્કેન કરીને “Screenshots” વિભાગમાં ઉમેરશે. તમે ઈચ્છે તો આ Auto-scan ફીચર ક્યારેય પણ ઑન અથવા ઑફ કરી શકો છો. આ ઉપરાંત, તમે મેન્યુઅલી પણ પસંદ કરી શકો છો કે કયા ઇમેજને સ્કેન કરવું છે અને કયા ઇમેજને નહીં.
માત્ર iPhone માટે – Android વપરાશકર્તાઓને થોડી રાહ જોવી પડશે
હાલમાં, આ નવો ફીચર માત્ર iOS ડિવાઇસીસ, એટલે કે iPhone વપરાશકર્તાઓ માટે જ જાહેર કરવામાં આવ્યો છે. Android વપરાશકર્તાઓ માટે આ ફીચર ભવિષ્યના અપડેટ્સમાં ઉપલબ્ધ કરવામાં આવશે. હલાંકે કંપનીએ હજુ સુધી એન્ડ્રોઈડ માટે કોઈ નિશ્ચિત તારીખ જાહેર કરી નથી, તેથી એન્ડ્રોઈડ વપરાશકર્તાઓને થોડી રાહ જોવી પડશે. આ નવું અપડેટ ખાસ કરીને એ લોકોને લાભદાયક છે, જેમણે વારંવાર નવી જગ્યાઓની શોધ કરતા હોય છે અને તેને બાદમાં યાદ રાખવા માંગતા હોય છે.