iPhone 17 સીરીઝમાં નવી ડિઝાઇન, પાતળું મોડલ અને પાવરફૂલ કેમેરા ફીચર્સ
iPhone 17: એપલ iPhone 17 સીરીઝના ફોન જલ્દી આવી રહ્યા છે અને લૉન્ચિંગ પહેલા ફોનના કેટલીક ખાસિયતો અને અંદાજીત કિંમત સામે આવી છે.
iPhone 17: એપલની નવી iPhone 17 સીરીઝ જલ્દી લૉન્ચ થવાની છે. ટેક્નોલોજીની દુનિયામાં તેના વિશે ઘણો ચર્ચાસ્પદ માહોલ છે. હવે જ્યારે લૉન્ચ નજીક આવી રહી છે ત્યારે તેના ફીચર્સ અને કિંમતોને લઈને નવી-નવી રિપોર્ટ્સ સામે આવી રહી છે. રિપોર્ટ્સ મુજબ, આ વખતે Apple ચાર મોડલ લાવી શકે છે – iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max અને iPhone 17 Air.
Apple દર વર્ષે સપ્ટેમ્બરમાં નવા iPhones લૉન્ચ કરે છે. તેથી આ વખતે પણ સપ્ટેમ્બર 2025માં iPhone 17 સીરીઝ રજૂ થવાની સંભાવના છે. ગયા વર્ષે iPhone 16ને 9 સપ્ટેમ્બર 2024ના રોજ લૉન્ચ કરવામાં આવ્યો હતો. એટલે કે, આ વખતે પણ સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં લૉન્ચ થવાની પૂરી શક્યતા છે.
ભાવની વાત કરીએ તો ભારતમાં iPhone 17ની શરૂઆતની કિંમત આશરે ₹79,900 થઈ શકે છે. જ્યારે તેના Pro અને Pro Max મોડલ્સની કિંમત વધુ હોવાની શક્યતા છે. કિંમતમાં વધારો થવા પાછળનું મુખ્ય કારણ ટ્રેડ ડ્યુટીમાં થયેલ ફેરફાર અને ચીનમાં મેન્યુફેક્ચરિંગ ખર્ચમાં વધારો છે.
આ વખતમાં Apple બધા મોડલ્સમાં એલ્યુમિનિયમ ફ્રેમ આપવા જઇ રહ્યું છે. અત્યાર સુધીમાં આ ફ્રેમ માત્ર બેસ મોડલમાં જોવા મળતી હતી, જ્યારે Pro મોડલ્સમાં સ્ટીલ અથવા ટાઇટેનિયમનો ઉપયોગ થતો હતો. આ બદલાવથી ફોન વધુ હલકો અને મજબૂત બનશે અને આખી સીરીઝને એકસરખો લુક મળશે.
કેમેરો કેવો હશે?
આ વખતે Apple કેમેરામાં મોટું અપગ્રેડ આપી શકે છે. ફ્રન્ટ કેમેરો 12 મેગાપિક્સલમાંથી વધીને 24 મેગાપિક્સલનો થવાની શક્યતા છે, જેનાથી સેલ્ફી વધુ શાર્પ અને ક્લિયર આવશે. જ્યારે Pro મોડલ્સના રિયર કેમેરામાં ત્રણ 48 મેગાપિક્સલના લેન્સ હશે — જેમાં વાઇડ, અલ્ટ્રા-વાઇડ અને ટેલિફોટો શામેલ હશે.
iPhone 17 સીરીઝમાં Appleનો નવો A19 Bionic ચિપસેટ આપવામાં આવી શકે છે, જે વધારે પાવરફુલ અને એનર્જી એફિશિયન્ટ હશે. ફોન iOS 19 પર ચાલશે, જેમાં AI આધારિત ફીચર્સ, વધુ સારું બેટરી મેનેજમેન્ટ અને સ્મૂથ યુઝર ઈન્ટરફેસ મળશે.