Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»રોકાણકારોની આતુરતાનો અંત જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસના શેર ૨૧ ઓગસ્ટે લિસ્ટ થશે
    Business

    રોકાણકારોની આતુરતાનો અંત જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસના શેર ૨૧ ઓગસ્ટે લિસ્ટ થશે

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 19, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી તાજેતરમાં ડિમર્જ થયેલી કંપની જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસના શેર ૨૧ ઓગસ્ટે શેરબજારમાં લિસ્ટ થવાના છે. જે શેરધારકો પાસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર છે તેમને ૧ઃ૧ના રેશિયોમાં જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસના શેર મળ્યા છે અને ગયા અઠવાડિયે જ તેમના ડિમેટ એકાઉન્ટમાં શેર જમા થઈ ગયા છે. એટલે કે ૨૦ જુલાઈની રેકોર્ડ ડેટ પર જે લોકો પાસે રિલાયન્સ ઈન્ડ.ના શેર હતા તેમને તેટલી જ સંખ્યામાં JFSL શેર મળશે. BSE એ જણાવ્યું કે ૧૦ ટ્રેડિંગ દિવસ સુધી આ શેર ટ્રેડ-ફોર-ટ્રેડ સેગમેન્ટમાં હશે અને સોમવારે JIOFIN ના સિમ્બોલ સાથે તેમાં ટ્રેડિંગ શરૂ થઈ જશે.

    રેકોર્ડ ડેટ પર સ્પેશિયલ પ્રાઈસ ડિસ્કવરી સેશન યોજાયું હતું જેમાં આ શેરની પ્રિ-લિસ્ટિંગ પ્રાઈસ ૨૬૧.૮૫ રૂપિયા પ્રતિ શેર ઉપજી હતી. બ્રોકરેજે આ શેરનો ભાવ ૧૯૦ રૂપિયા રહેવાની અપેક્ષા વ્યક્ત કરી હતી જેની તુલનામાં પ્રિ-લિસ્ટિંગ પ્રાઈસ ઉંચી આવી છે. રિલાયન્સ ઈન્ડ.નો એક્વિઝિશન કોસ્ટ પ્રતિ શેર ૧૩૩ રુપિયા થાય છે. તેના કારણે NBFC કંપની જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસની માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૬૬ લાખ કરોડ અથવા ૨૦.૩ અબજ ડોલર આંકવામાં આવે છે. આ ભાવે તે ભારતમાં બીજા ક્રમની સૌથી મોટી NBFC છે અને ભારતની ૩૨મી સૌથી વધુ વેલ્યૂ ધરાવતી કંપની છે. જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસની સાઈઝ હવે ટાટા સ્ટીલ, કોલ ઈન્ડિયા, HDFC Lifeઅને SBI Life કરતા પણ મોટી છે. અત્યારે બજાજ ફાઈનાન્સ એ ભારતની સૌથી મોટી એનબીએફસી છે જેની માર્કેટ કેપિટલ ૪.૨ લાખ કરોડ છે. જેએફએસએલનું જ્યારે શેરબજારમાં લિસ્ટિંગ થશે ત્યારે તે બીજા નંબરની કંપની હશે. ત્યાર પછી ત્રીજા નંબર પર ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ હશે જે અત્યારે બીજા નંબર પર છે અને તેની માર્કેટ કેપિટલ ૮૩,૦૦૦ કરોડ રૂપિયા છે.

    JFSL હવે બજાજ હોલ્ડિંગ્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કરતા પણ મોટી કંપની બની જશે જે એક હોલ્ડિંગ કંપની છે. આ ઉપરાંત તેની સાઈઝ SBI કાર્ડ્‌સ, શ્રીરામ ફાઈનાન્સ, મુથ્થુટ ફાઈનાન્સ અને Paytm જેવા ફાઈનાન્શિયલ ટેક્નોલોજી પ્લેટફોર્મ કરતા પણ મોટી હશે. JFSLને નિફ્ટી ૫૦, BSE સેન્સેક્સ અને બીજા ઈન્ડેક્સમાં પણ સામેલ કરવામાં આવ્યો છે. આ શેર સ્વતંત્ર રીતે ટ્રેડ થવા લાગે ત્યાં સુધી તે કોન્સ્ટન્ટ પ્રાઈસ પર રહેશે. ૨૪ ઓગસ્ટે તેને તમામ ઈન્ડેક્સમાંથી દૂર કરાશે. ૨૪ ઓગસ્ટે JFSL માટે ૨૬૧.૮ રૂપિયાના ભાવની ધારણા કરતા નુવામાએ જણાવ્યું કે નિફ્ટી પેસિવ ટ્રેકર્સ લગભગ ૯૦ મિલિયન શેરનું વેચાણ કરે તેવી શક્યતા છે જે લગભગ ૨૯ કરોડ ડોલરની વેલ્યૂ થઈ શકે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    AERA: મુંબઇથી હવાઈ યાત્રા કરવી હવે મોંઘી થઈ છે, ઊડી ફી (UDF) વધ્યો

    May 8, 2025

    Mutual Funds: ભારત-પાક ટેંશનનો આ ફંડ પર કોઈ અસર નહીં પડે, 20 મે સુધી રોકાણનો મોકો

    May 8, 2025

    Yes Bank ને જાપાનથી લાઇફલાઇન મળી? બેંકિંગ ક્ષેત્રની સૌથી મોટી ડીલ બનશે?

    May 6, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.