ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા આતંકીઓ અંગે સૌથી મોટો ખુલાસો થયો છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામીક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સનો વીડિયો ATS દ્વારા રિકવર કરાયો છે. જેમાં જાેઇ શકાય છે કે, મહિલા સહિત ચાર આતંકીઓ દેશમાં આતંકી હુમલાના સોગંદ લઈ રહ્યા છે. આ વીડિયોમાં ભારત પર કેવી રીતે ફતેહ મેળવવી તે અંગે આતંકીઓ શપથ લઇ રહ્યા છે. આ આતંકીઓ ખોરસાનના આમિરના નામે શપથ લેતા દેખાઇ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે, ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા ISKP આતંકવાદીઓ હનાન, ઉબેદ, હાઝીમ અને ઝુબેર આ વીડિયોમાં જાેવા મળી રહ્યા છે. તપાસ એજન્સી આ ઘટના લગભગ બે મહિના પહેલા એટલે કે, ધરપકડના લગભગ ૧૫ દિવસ પહેલા બની હોવાનું અનુમાન લગાવી રહી છે. વીડિયોમાં ISIS નો ઝંડો પણ દેખાઈ રહ્યો છે. આ ઝંડાને આતંકવાદીઓએ શ્રીનગર પાસેના કબ્રસ્તાનની સામે દાટી દીધો હતો જેને પણ ગુજરાત ATS દ્વારા કબજે કરાયો છે.
આ ઉપરાંત ગુજરાત ATS એક પછી એક આ આતંકી ગેંગ વિશે વધુ માહિતી મેળવી રહી છે. ISKP આતંકવાદી સુમૈરાને એવી કટ્ટરપંથી બનાવવામાં આવી હતી કે તે કોઈપણ રીતે અફઘાનિસ્તાન જવા માંગતી હતી. તેણે પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા બાદ તેણે અફઘાનિસ્તાન જવાના પ્રયાસમાં ફોન પર પીઓકેના ઓસામા સાથે લગ્ન કર્યા હતા. આ બંને ફેસબૂકના માધ્યમથી મળ્યા હતા. તેને લાગ્યું કે, ઓસામા સાથે લગ્ન કર્યા પછી તે જલ્દી જ પાકિસ્તાન અને ત્યાંથી અફઘાનિસ્તાન જઈ શકશે. જાેકે, તે ઓસામા સાથે વધુ સંપર્ક વધારી શકે તે પહેલા જ ઝુબેર સાથે પણ વાતચીત વધવા લાગી હતી અને ઝુબેરની અન્ય સાથીઓ સાથે અફઘાનિસ્તાન જવાની તૈયારીઓ જાેઈને તે પણ પોરબંદરથી જ બોટ દ્વારા અફઘાનિસ્તાન જવા તૈયાર થઈ ગઇ હતી. જાેકે આતંકીઓ દરિયાઈ માર્ગે અફઘાનિસ્તાન પહોંચે તે પહેલા જ તમામ આતંકવાદીઓ ઝડપાઈ ગયા હતા. આ આતંકીઓ પોરબંદરના સમુદ્રકિનારેથી ઇરાન થઇ અફધાનિસ્તાન જાય તે પહેલા રેલ્વે સ્ટેશન ખાતેથી જ પકડી પાડયા છે.
તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામીક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ સાથે સંકળાયેલા હોવાનો ઘટસ્ફોટ ત્યારે જ થઇ ગયો હતો. ગુજરાત એ.ટી.એસ.ને માહિતી મળી હતી કે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (આઇ.એસ.કે.પી) સાથે સંકળયેલ કટ્ટરવાદી યુવાનો ગુજરાતના પોરબંદર દરિયાકાંઠાના માર્ગે ભારત છોડીને જવાની ફિરાકમાં હતા. આ આતંકીઓ ઈરાન થઈને ઈસ્લામિક એમીરાત ઓફ અફઘાનિસ્તાન જવાના હતા. આ માહિતીના આધારે, ગુજરાત એ.ટી.એસ.ની ટીમએ ૯મી જુન, ૨૦૨૩ના રોજ વહેલી સવારે પોરબંદરના રેલ્વે સ્ટેશન પર ચાંપતી નજર રાખીને બેઠા હતા. આ યુવાનોને આઇડેન્ટીફાઇ કરી વધુ પૂછપરછ માટે અટકાવવામાં આવ્યા હતા.
ત્યારે માહિતી મળી હતી કે, આ લોકો તેમના હેન્ડલર અબુ હમઝા દ્વારા કટ્ટરપંથી બન્યા હતા અને તેઓ ઈસ્લામિક સ્ટેટ આફ ખોરાસાન પ્રોવિન્સ (આઇ.એસ.કે.પી) માં જાેડાયા હતા. આ અટકાયત કરાયેલ વ્યક્તિઓમાં ઉબેદ નાસિર મીર, શ્રીનગર, હનાન હયાત શોલ, શ્રીનગર અને મોહમ્મદ હાજીમ શાહ, શ્રીનગરનાં છે. આ વ્યક્તિઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતુ કે, તેઓ તેમના હેન્ડલર અબુ હમઝા દ્વારા કટ્ટરપંથી બન્યા હતા અને તેઓ ઈસ્લામિક સ્ટેટ આફ ખોરાસાન પ્રોવિન્સ (આઇ.એસ.કે.પી)માં જાેડાયા હતા. તોઓની પૂછપરછમાં એવા પણ ખુલાસા થયા હતા કે, તેમની સાથે અન્ય બે વ્યક્તિઓ, ઝુબેર અહેમદ મુનશી, શ્રીનગર અને સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેક, સુરત પણ આ જ મોડયુલના સભ્યો છે. જે બાદ આ માહિતીના આધારે, ગુજરાત એ.ટી.એસ.અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુમેરાબાનુ મલેકના ઘરે દરોડા પાડીને તેને ઝડપી પાડી હતી.