Intuit Layoffs: અમેરિકાની બહુરાષ્ટ્રીય બિઝનેસ સોફ્ટવેર કંપની Intuit છટણી કરવા જઈ રહી છે. આ છટણી નાની નથી, ઘણી મોટી છે. અહેવાલો અનુસાર, કંપનીએ જાહેરાત કરી છે કે તે લગભગ 1,800 કર્મચારીઓની છટણી કરશે. કંપનીના સીઈઓ સાસન ગુડાર્ઝીએ કર્મચારીઓને એક ખુલ્લો પત્ર પણ લખ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે આ છટણી કંપનીના 10 ટકા કર્મચારીઓને અસર કરશે. અમેરિકન આઈટી કંપનીમાં 1800 કર્મચારીઓની છટણી નોંધપાત્ર છે.
TOIના રિપોર્ટ અનુસાર, કંપનીના CEOનું કહેવું છે કે છટણીનો હેતુ ખર્ચમાં ઘટાડો કરવાનો નથી. તે અપેક્ષા રાખે છે કે કંપની મુખ્યત્વે તેના એન્જિનિયરિંગ, ઉત્પાદન અને વેચાણ વિભાગોમાં સમાન સંખ્યામાં કર્મચારીઓને ફરીથી હાયર કરશે.
કર્મચારીઓને લખેલા પત્રમાં ગુડારજીએ કહ્યું છે કે જે 1,000થી વધુ કર્મચારીઓને છૂટા કરવામાં આવી રહ્યા છે તેઓ ‘અપેક્ષાઓ પર ખરા ઉતરી રહ્યાં નથી’. એવું માનવામાં આવે છે કે કંપની એડમોન્ટન, કેનેડા અને બોઇસ, ઇડાહોમાં તેની બે સાઇટ્સ બંધ કરશે.
CEOના પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કામમાં સુધારો કરવા માટે 300 પોસ્ટને દૂર કરવામાં આવી રહી છે. છટણી યોજનાના ભાગરૂપે, એટલાન્ટા, બેંગલુરુ, તેલ અવીવ અને અન્ય સ્થળોએ 80 ટેક્નોલોજી ભૂમિકાઓને એકીકૃત કરવામાં આવી રહી છે.