Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ઈન્ટેલિજન્સ એજન્સીના અધિકારીનો દાવો ભારતમાં આતંકી પ્રવૃત્તીને અંજામ આપવા પન્નુને ISI એ ૬૦ હજાર ડૉલર આપ્યા
    India

    ઈન્ટેલિજન્સ એજન્સીના અધિકારીનો દાવો ભારતમાં આતંકી પ્રવૃત્તીને અંજામ આપવા પન્નુને ISI એ ૬૦ હજાર ડૉલર આપ્યા

    Shukhabar DeskBy Shukhabar DeskNovember 8, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (આઈએસઆઈ) એ ખાલિસ્તાની આતંકી ગુરુપતવંત સિંહ પન્નુ ને ભારતમાં આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે ૬૦ હજાર ડૉલર આપ્યા છે. આ ડીલ અમુક દિવસ પહેલાં કેનેડામાં પાક. હાઈ કમીશન નજીક એક હોટેલમાં આઈએસઆઈના અધિકારીઓ સાથે થઈ હોવાનો દાવો કરાયો છે.

    ભારતીય કરન્સી અનુસાર આ રકમ ૫૦ લાખ, ૪૦ હજાર જેટલી થાય છે. ઈન્ટેલિજન્સ એજન્સીના એક અધિકારીએ કહ્યું કે આતંકી પન્નુ હવે આ રકમથી ખાસ કરીને પંજાબમાં તેના સાગરીતોની મદદથી કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની તાકમાં છે. આ મામલે સુરક્ષા એજન્સીએ તમામ રિપોર્ટ તૈયાર કરી કેન્દ્રની ઈન્ટેલિજન્સ એજન્સીને મોકલી દીધા છે.

    જાેકે આ અહેવાલ સામે આવતા જ પોલીસે પંજાબ એરપોર્ટની સુરક્ષા વધારી દીધી છે. ખાસ કરીને શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટને સીઆઈએસએસ અને પંજાબ પોલીસના જવાનોએ ચારેકોરથી કબજામાં લઈ લીધો છે. શંકાસ્પદ લોકોની અટકાયત કરીને તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ આતંકી પન્નુએ એક વીડિયો જાહેર કરીને ૧૯ નવેમ્બરે એર ઈન્ડિયામાં મુસાફરી કરનારા લોકોને ચેતવણી આપી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    PM Modi On Operation Sindoor: પીએમ મોદીએ ગુજરાતમાંથી પાકિસ્તાનને ફરી ચેતવણી આપી

    May 26, 2025

    Rajiv Gandhi Death Anniversary: રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતાં રાહુલ ગાંધી થયા ભાવુક

    May 21, 2025

    Jyoti Malhotra Spying: ‘જ્યોતિ જાસૂસ’ કેસમાં પાકિસ્તાની મક્કમ યોજના: 5 મોટા ખુલાસાઓ

    May 19, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.