Budget 2025
નાઈટ ફિનટેકના સંસ્થાપક કુશલ રસ્તોગી મુજબ, આ બજેટ ભારતના વિકાસના લક્ષ્યાંક સાથે સંકલિત છે. 4.4%ના નાણાકીય ખાધના લક્ષ્યાંક સાથે, મધ્યમ વર્ગ માટે ₹1 લાખ કરોડની રાહત આપવામાં આવી છે, જે રોકાણ અને બચતને પ્રોત્સાહન આપશે.
અથિત્ય અને પર્યટન:
મેફેર સ્પ્રિંગ વેલી રિસોર્ટના હર્ષ શર્માએ કહ્યું કે સરકારના બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ધાર્મિક પર્યટન પરના ધ્યાનથી આસામ અને પૂર્વોત્તર પ્રદેશના હોટેલ ઉદ્યોગને વેગ મળશે. ‘હીલ ઈન ઈન્ડિયા’ પહેલ દેશને વૈશ્વિક આરોગ્ય કેન્દ્ર બનાવશે.
વિક્રમ સોલરના એમ.ડી. જ્ઞાનેશ ચૌધરીએ કહ્યું કે ગ્રીન એનર્જી માટેની નીતિ ભારતમાં સૌરઉદ્યોગને પ્રોત્સાહન આપશે અને રોજગારના નવા અવસરો ઉભા કરશે. 2030 સુધી 500 ગીગાવોટ ગ્રીન એનર્જી વપરાશના લક્ષ્યાંકને આ સહાય કરશે.₹12 લાખ સુધીની આવક પર કરમુક્તિ ઘોષિત થવાથી ઘર ખરીદી અને રોકાણ વધશે. SWAMIH ફંડ 2.0ના ₹15,000 કરોડથી અટકેલી હાઉસિંગ પ્રોજેક્ટ્સ પૂરું થશે.
આર્થિક વિકાસ માટે ₹11.21 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે, જે ઘર ખરીદદારો માટે લાભદાયી બનશે. ભાડુઆતો માટે TDS સીમા વધારવી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ભાર મુકવો, આ ક્ષેત્રને આગળ ધપાવશે.