Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ચંદ્રયાન-૩ના સફળ ઊતરાણ સાથે ભારતનો ઈતિહાસ ચંદ્રયાન-૩ની સફળતામાં નાના શહેરથી આવેલા વૈજ્ઞાનિકોનું મોટું યોગદાન
    India

    ચંદ્રયાન-૩ના સફળ ઊતરાણ સાથે ભારતનો ઈતિહાસ ચંદ્રયાન-૩ની સફળતામાં નાના શહેરથી આવેલા વૈજ્ઞાનિકોનું મોટું યોગદાન

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 24, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતે ગઈકાલે અવકાશમાં નવો ઈતિહાસ રચ્યો હતો. ચંદ્રયાનના સફળ લેન્ડિંગમાં ઈસરોની વિશાળ ટીમે કામ કર્યું છે. દેશભરમાંથી ઘણા આશાસ્પદ વૈજ્ઞાનિકોને ટીમનો હિસ્સો હતા, જેઓ અલગ-અલગ જ્ગ્યાના છે. આ ટીમોમાં યુપીના ઘણા વૈજ્ઞાનિકોએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. કોઈએ સાધનસામગ્રીની રચના કરી તો કોઈ ચંદ્રયાન પર દરેક ક્ષણે નજર રાખી રહ્યું હતું. મુરાદાબાદ, અલીગઢ અને બુદૌન જેવા નાના શહેરોમાંથી બહાર આવેલા આ વૈજ્ઞાનિકોએ ભારતની આ સફળતામાં મોટો ફાળો આપ્યો છે.
    અલીગઢના પ્રિયાંશુ વાર્શ્નેય ઈસરોની મહત્વની ટીમનો ભાગ હતો, જે લેન્ડર અને રોવર પર કામ કરી રહ્યો હતો. એમ.ટેક (ઈલેક્ટ્રોનિક્સ)નો અભ્યાસ કરેલા પ્રિયાંશુના પિતા ડૉ. રાજીવ કુમાર વાર્શ્નેય એસવીકૉલેજમાં ભૂગોળ વિભાગમાં પ્રોફેસર છે. માતા મમતા ગુપ્તા પ્રાથમિક શાળામાં સહાયક શિક્ષિકા છે.

    મિર્ઝાપુરના યુવા વૈજ્ઞાનિક આલોક કુમાર પાંડે પણ આ મિશનમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આલોક અને તેના સાથીઓએ લેન્ડિંગ અને મેસેજની જવાબદારી સંભાળી છે. પિતા સંતોષ પાંડેએ તેમના પુત્ર આલોક સાથેની ટેલિફોનિક વાતચીત વિશે જણાવ્યું કે તે સતત ત્રણ દિવસ સુધી ઈસરોના કમાન્ડ સેન્ટરમાં કામ કરતો રહ્યો હતો. ઈસરોમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક તરીકે કામ કરી રહેલા આલોકને મંગળ મિશન ૨૦૧૪માં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા માટે આઉટસ્ટેન્ડિંગ સાયન્ટિસ્ટ એવોર્ડ મળ્યો છે.
    બદાયુંના ઉઝાનીના રહેવાસી સત્યપાલ અરોરાએ ચંદ્રયાન-૩ના લોન્ચ વ્હીકલના બીજા તબક્કાના લિક્વિડ પ્રોપલ્શનના હવાલામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઈસરોમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક તરીકે કામ કરતા સત્યપાલે ૬૦ લોકોની ટીમ સાથે ચંદ્રયાનના બીજા તબક્કામાં લિક્વિડ પ્રોપલ્શનનું પરીક્ષણ અને વિશ્લેષણ પૂર્ણ કર્યું હતું.

    મુરાદાબાદના કાંશીરામનગર ઇ-બ્લોકના રહેવાસી મેઘ ભટનાગર અને તેમની પત્ની ગૌતમી, ઓન-બોર્ડ સોફ્ટવેર વૈજ્ઞાનિકો તરીકે આ મિશનમાં સામેલ હતા, જ્યારે ખુશહાલ નગરના રહેવાસી વૈજ્ઞાનિક રજત પ્રતાપ સિંહે પણ ચંદ્રયાન ૩ મિશનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. મેઘ અગાઉ ચંદ્રયાન-૨ સાથે સંકળાયેલો હતો. રજત ઈસરોની પસંદગી પરીક્ષણમાં ઓલ ઈન્ડિયા ટોપર રહ્યો છે.
    પ્રતાપગઢના રવિ કેસરવાણી ચંદ્રયાન-૩ મિશનની ટીમમાં છે, જેણે શેપ (હેબિટેબલ પ્લેનેટરી અર્થની સ્પેક્ટ્રો પોલરોમેટ્રી) નામનું એક ખાસ સાધન બનાવ્યું છે. તે પૃથ્વી પરથી ચંદ્ર પર મોકલવામાં આવતા સિગ્નલનો અભ્યાસ કરશે. રવિ ૨૦૧૬માં ઈસરોમાં જાેડાયા હતા. તેમની નિમણૂક ૨૦૧૯માં વૈજ્ઞાનિક તકનીકી અધિકારી-સીના પદ પર કરવામાં આવી હતી.

    ચંદ્રયાન-૩નું ચંદ્ર પર સફળ લેન્ડિંગ થઈ ગયું છે, આ દેશવાસીઓ અને ઈસરોની આખી ટીમની સફળતા છે… આ શબ્દો છે આરુષિ શેઠના હતા. આ સાંભળીને માત્ર દેશ જ નહીં વિદેશમાં રહેતા ભારતીયો પણ ઉત્સાહિત થઈ ગયા. અંબાલાની પુત્રવધૂ આરુષિ સેઠ ઈસરોમાં સ્પેસ સાયન્ટિસ્ટ છે અને ચંદ્રયાન-૩માં વિક્રમ લેન્ડર કંટ્રોલ યુનિટમાં કામ કરે છે. જ્યારે ગઈકાલે ચંદ્રયાન-૩ના લેન્ડિંગ માટે કાઉન્ટ ડાઉન શરૂ થયું ત્યારે ઈસરોવતી આરુષિ સેઠ જ દેશને આ કાર્યક્રમ વિશે જણાવી રહ્યા હતા. ચંદ્રયાન-૩ની સફળતા સાથે હરિયાણાની પ્રતિષ્ઠા પણ વધી છે. આરુષિ ઉપરાંત ભિવાનીના બડસી જાટાન ગામના દેવેશ ઓલા અને હિસારના યશ મલિકે પણ મહત્વનું યોગદાન આપ્યું છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.