Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»ભારતીય સ્પિનરે પોર્ટ ઓફ સ્પેનમાં રેકોર્ડ કર્યો આશ્વિન સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલર્સમાં બીજા ક્રમે
    Cricket

    ભારતીય સ્પિનરે પોર્ટ ઓફ સ્પેનમાં રેકોર્ડ કર્યો આશ્વિન સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલર્સમાં બીજા ક્રમે

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 24, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ રવિચંદ્રન અશ્વિન માટે ખાસ બની છે.
    અશ્વિને આ ટેસ્ટમાં અત્યાર સુધી ત્રણ વિકેટ ઝડપી છે. આ સાથે તે ભારતનો બીજાે સૌથી સફળ બોલર બની ગયો છે. આ સાથે જ તેણે વધુ એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.
    પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં અશ્વિને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજાે ભારતીય બોલર બની ગયો છે. તેના નામે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૭૧૨ વિકેટ છે. આ રેકોર્ડ લિસ્ટમાં અનિલ કુંબલે ૯૫૬ વિકેટ સાથે ટોપ પર છે. ૭૧૧ વિકેટ લેનાર પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહને અશ્વિને પાછળ છોડી દીધો છે.
    આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર
    ૯૫૬ – અનિલ કુંબલે
    ૭૧૨ – રવિચંદ્રન અશ્વિન
    ૭૧૧ – હરભજન સિંહ
    ૬૮૭ – કપિલ દેવ
    ૬૧૦ – ઝહીર ખાન
    આ રેકોર્ડ લિસ્ટમાં અશ્વિને કુંબલેને પણ પાછળ છોડી દીધો
    આ સાથે જ અશ્વિન વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે કુંબલેને પાછળ છોડી બીજા નંબર પર આવી ગયો છે.
    અશ્વિને વેસ્ટ ઈન્ડિઝ સામે ૭૫ વિકેટ ઝડપી છે. જ્યારે કુંબલેએ ૭૪ વિકેટ ઝડપી હતી. આ રેકોર્ડ લિસ્ટમાં પૂર્વ દિગ્ગજ ખેલાડી કપિલ દેવ ૮૯ વિકેટ સાથે નંબર ૧ પર છે.
    ભારત માટે વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ ટેસ્ટ વિકેટ
    ૮૯ – કપિલ દેવ
    ૭૫ – રવિચંદ્રન અશ્વિન
    ૭૪ – અનિલ કુંબલે
    ૬૮ – શ્રીનિવાસ વેંકટરાઘવન
    ૬૫ – ભાગવત ચંદ્રશેખર

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    India vs England Test: ઇંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાનો સર્વોચ્ચ સ્કોર તોડવાની તલવારની ધાર પર, એજબેસ્ટનમાં ઇતિહાસ રચવાની નજીક

    July 3, 2025

    Harbhajan Singh career highlights:હરભજન સિંહ હેટ્રિક

    July 3, 2025

    Virat Kohli and Rohit Sharma news:કોહલી રોહિત ODI નિવૃત્તિ

    July 2, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.