Indian Military Modernization: બ્રહ્માસ્ત્ર સમાન ટેક્નોલોજીથી સજ્જ થશે ત્રિ-સેના, તમામ સાધનો સ્વદેશી રીતે જ બનાવાશે
Indian Military Modernization: ભારતનું સંરક્ષણ ક્ષેત્ર પોતાનો સંકલ્પ વધુ મજબૂત બનાવી રહ્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં થયેલી સંરક્ષણ સંપાદન પરિષદ (DAC)ની બેઠકમાં રૂ. 1.05 લાખ કરોડના 10 મોટા સંરક્ષણ પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવી છે. આ તમામ ખરીદીઓ ‘ભારતીય IDDM (Indigenously Designed, Developed and Manufactured)’ કેટેગરી હેઠળ થશે, એટલે કે તમામ શસ્ત્રો અને સાધનો દેશભરમાં જ બનાવાશે, જેના લીધે આત્મનિર્ભર ભારતના સપનામાં વધુ વેગ મળશે.
આ સોદાથી કોને શું મળશે?
ભારતીય સેનાને આ સોદા હેઠળ આર્મર્ડ રિકવરી વાહન (ARV) મળશે, જે યુદ્ધભૂમિમાં તૂટી ગયેલી ટાંકો કે બખ્તરબંધ વાહનોને સલામત રીતે પાછા લાવશે. સાથે ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓ અને સામાન્ય ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ પણ મળશે, જે લોજિસ્ટિક્સને વધુ કાર્યક્ષમ બનાવશે.
નૌકાદળ માટે ધાકડ સજ્જતા
ભારતીય નૌકાદળને માઈન્સ કાઉન્ટર મેઝર વેસલ (MCMV), મૂર્ડ માઇન્સ, સબમર્સિબલ ઓટોનોમસ વેસલ (AUVs) અને સુપર રેપિડ ગન માઉન્ટ (SRGM) મળશે.
-
MCMV દરિયામાં છુપાયેલા લેન્ડમાઇન્સ શોધશે અને નષ્ટ કરશે.
-
મૂર્ડ માઇન્સ સેન્સર આધારિત બંદર સુરક્ષા સુનિશ્ચિત કરશે.
-
AUVs માનવરહિત રીતે પાણીની નીચે જાસૂસી અને સર્ચ ઓપરેશન ચલાવશે.
-
SRGM દુશ્મનના બોટ, ડ્રોન કે મિસાઇલ સામે મિનિટે 120 રાઉન્ડ ફાયર કરીને તરત પ્રતિસાદ આપશે.
હવાઈ શક્તિમાં પણ વધારો
ત્રણે સેનાઓ માટે સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો (SAMs) ખરીદવામાં આવશે. આ ઉપરાંત નવી ઇલેક્ટ્રોનિક વોર્ફેર સિસ્ટમ અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સુવિધા પણ ઉપલબ્ધ થશે.
આ બધું ભારતમાં જ બનાવાશે
આ તમામ ટેક્નોલોજી ભારતની સરકારી અને ખાનગી સંસ્થાઓ દ્વારા ડિઝાઇન અને મેન્યુફેકચર કરવામાં આવશે. પરિણામે, ન માત્ર સુરક્ષા ક્ષેત્ર મજબૂત બનશે, પરંતુ સ્થાનિક ઉદ્યોગોને પણ નવો ધંધો અને રોજગાર મળશે.
આ નવો પગલું પાકિસ્તાન અને અન્ય દુશ્મન દેશો માટે ચેતવણીરૂપ છે કે ભારત હવે રક્ષણક્ષેત્રે કોઈ પર આધારિત નથી – હવે પોતાનું ‘બ્રહ્માસ્ત્ર’ દેશે જ બનાવે છે.