Indian Economy
Indian Economy: વર્ષ 2024 ભારતીય અર્થતંત્ર માટે ઉતાર-ચઢાવથી ભરેલું હતું. જ્યારે મોંઘવારીએ RBIની ચિંતા વધારી હતી, ત્યારે રોકાણ અને વેપારના ક્ષેત્રોમાં સકારાત્મક પરિણામો જોવા મળ્યા હતા.
RBI પર દબાણ
પોલિસી વ્યાજ દરોમાં કોઈ ઘટાડો થયો નથી. જોકે, ડિસેમ્બરમાં કેશ રિઝર્વ રેશિયો (CRR) 4.50% થી ઘટાડીને 4.25% કરવામાં આવ્યો હતો.
મોંઘવારી અને વપરાશમાં ઘટાડો
– ઓક્ટોબરમાં મોંઘવારી દર 6.21% પર પહોંચી ગયો.
– ચા, સાબુ અને ખાદ્યતેલ જેવા ઉત્પાદનો 5% થી 20% મોંઘા થયા, જેના કારણે વપરાશ પર અસર થઈ.
GDPમાં ઘટાડો
– નાણાકીય વર્ષ 2023-24માં જીડીપી ગ્રોથ 8.2% હતો.
– 2024-25ના બીજા ક્વાર્ટરમાં તે ઘટીને 5.4% થઈ ગયો.
– આરબીઆઈએ જીડીપી અંદાજ 7.2% થી ઘટાડીને 6.6% કર્યો.
રોકાણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર
હાઈવે, રેલ્વે અને શહેરી વિકાસ પ્રોજેક્ટ્સમાં જંગી રોકાણ થયું હતું. રિટેલ, ઓટોમોબાઈલ અને ટુરિઝમમાં પણ વૃદ્ધિ જોવા મળી હતી.