Indian Army new weapon: DRDO પિનાકા-IV રાકેટ સિસ્ટમ 300 કિમી સુધી સચોટ પ્રહાર કરશે
Indian Army new weapon:ભારતની સંરક્ષણ શક્તિ હવે વધુ મજબૂત બનવાની છે. DRDO પિનાકા મલ્ટી-બેરલ રાકેટ સિસ્ટમનું વધુ ઘાતક અને લાંબી રેન્જનું સંસ્કરણ પિનાકા-IV વિકસાવી રહી છે, જે 300 કિલોમીટર સુધી સચોટ રીતે પ્રહાર કરી શકે છે. પિનાકા-IV, ‘પ્રલય’ મિસાઇલની ટેકનોલોજી પરથી પ્રેરિત છે, જેને દુશ્મનના હવાઈ રક્ષણને ચૂપચાપ ચકમો આપી શકતું બનાવવામાં આવી રહ્યું છે.
પિનાકા-IV: વધુ રેન્જ અને સચોટતા સાથે સજ્જ
-
અગાઉના પિનાકા સંસ્કરણોની સરખામણીમાં પિનાકા-IV ખૂબ જ શક્તિશાળી છે.
-
Mk-I ની રેન્જ જ્યાં 40 કિમી હતી, Mk-II 90 કિમી સુધી ગઈ અને Mk-III 120 કિમી સુધી પહોંચી હતી. હવે Mk-IV 300 કિમી સુધી હુમલો કરી શકશે.
-
આનો અર્થ એ થાય છે કે હવે ભારતીય સેના ખૂબ દૂર રહેલા લક્ષ્યોને પણ ટાર્ગેટ કરી શકે છે.
ટેકનિકલ ખાસિયતો અને નવીનતા
-
પિનાકા-IV નું કૅલિબર 300mm હશે, જે અગાઉના 214mm કરતાં મોટા કદનું છે.
-
વધુ પ્રોપેલન્ટ અને 250 કિગ્રા સુધીના ઘાતક વોરહેડ વહન કરવાની ક્ષમતા રહેશે.
-
હવામાં દિશા બદલવાની ક્ષમતા હશે, જેથી દુશ્મનના રડાર અને હવાઈ સંરક્ષણ તેને પકડવા અસમર્થ રહેશે.
-
પિનાકા-IV GPS અને IRNSS (ભારતીય સેટેલાઈટ સિસ્ટમ) આધારિત માર્ગદર્શન પ્રણાલીથી સંચાલિત રહેશે, અને GPS જામ થયો હોવા છતાં પણ લક્ષ્ય પર સચોટ પ્રહાર કરશે.
ફતહ-II નો જવાબ અને વિદેશી રસ
પાકિસ્તાન દ્વારા તાજેતરમાં લૉન્ચ કરાયેલ ફતહ-II ગાઈડેડ રાકેટ (રેન્જ 400 કિમી) માટે ભારતે MR-SAM (બરાક-8) મિસાઈલથી જવાબ આપ્યો હતો. DRDO હવે પિનાકા-IV ને તેનાથી પણ વધુ મજબૂત વિકલ્પ બનાવવાનું આયોજન કરી રહી છે.
આ ઉપરાંત, પિનાકા સિસ્ટમમાં અન્ય દેશોનો પણ રસ વધ્યો છે. ભારતે આર્મેનિયા સાથે પહેલેથી જ ડીલ કરી છે અને હવે ઇન્ડોનેશિયા, નાઈજીરીયા અને ફ્રાન્સ જેવા દેશો પણ રુચિ દાખવી રહ્યા છે.
ટાઈમલાઈન અને ભવિષ્યની યોજના
-
પિનાકા-IV નું પ્રથમ ટ્રાયલ 2028માં શરૂ થવાનું અનુમાન છે.
-
2030 સુધીમાં ભારતીય સેના તેને સત્તાવાર રીતે સામેલ કરશે.
-
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી કહે ચૂક્યા છે કે પિનાકા રેજિમેન્ટ્સની સંખ્યા વધારવાનો પણ પ્લાન છે.
વિશ્વસ્તરીય પડકાર – ચીન અને રશિયા સામે ભારત તૈયાર
પિનાકા-IV ચીનની PHL-16 (250–500 કિમી) અને રશિયાની સ્મેર્ચ MBRL જેવી વ્યવસ્થાઓને સીધી ટક્કર આપી શકે છે. તેની આગમનથી ભારત LAC પર પોતાની સ્થિતિને વધુ મજબૂત બનાવી શકશે.