Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»તહેવારોની સિઝનમાં સ્થાનિક પુરવઠો વધારવાનો સરકારનો પ્રયાસ ૭ વર્ષમાં પહેલીવાર ભારત ખાંડની નિકાસ ઉપર પ્રતિબંધ લગાવશે
    India

    તહેવારોની સિઝનમાં સ્થાનિક પુરવઠો વધારવાનો સરકારનો પ્રયાસ ૭ વર્ષમાં પહેલીવાર ભારત ખાંડની નિકાસ ઉપર પ્રતિબંધ લગાવશે

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 1, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વરસાદની અછતના કારણે ઘઉંના પાકોમાં અછત આવી અને આગામી તહેવારોની સીઝનમાં ઘરેલુ પુરવઠો વધારવા માટે સરકાર ખાંડના નિકાસ પર પ્રતિબંધ લગાવી શકે છે. સમાચાર એજન્સી રૉયટર્સના એક રિપોર્ટ મુજબ, સરકારના સૂત્રોએ માહિતી આપી છે કે, ભારત ઓક્ટોબરથી આગામી ૧૧ મહિના સુધી ખાંડ નિકાસ પ્રતિબંધિત કરી શકે છે. ૭ વર્ષમાં આ પહેલીવાર હશે જ્યારે ભારત ખાંડ નિકાસ પર પ્રતિબંધ લગાવશે.જ્યારથી આ માહિતી સામે આવી છે કે ભારત આગામી મહિનાથી ખાંડ નિકાસ પર પ્રતિબંધ લગાવી શકે છે, ત્યારથી અરબ દેશોની ચિંતા વધી ગઈ છે. કારણ કે ભારત પહેલાથી જ ચોખા અને ઘઉંની નિકાસ પર પ્રતિબંધ અને ડુંગળીના નિકાસ પર મોટા ચાર્જ લગાવ્યા છે, જેનાથી અરબ દેશોમાં આ વસ્તુઓની મોંઘવારી ચરમ પર છે. ખાંડ નિકાસ પર પ્રતિબંધના ર્નિણયથી અરબ દેશોમાં ખાંડનો મીઠો સ્વાદ પણ કડવો થઈ શકે છે.

    સાઉદી અરબની ન્યૂઝ વેબસાઈટ અનુસાર, ભારત દ્વારા ખાંડ નિકાસ પર પ્રતિબંધ અરબ દેશો માટે એટલા માટે પણ એક ચિંતાનો વિષય છે, કારણ કે ભારતના કુલ ખાંડ ઉત્પાદનની અડધી નિકાસ અરબ દેશોમાં થાય છે.
    ખાંડ પહેલાથી જ કેટલાક વર્ષોના ઉચ્ચતમ સ્તરે છે. તેવામાં ભારતમાં શેરડીના ઉત્પાદનમાં અછત વૈશ્વિક બજારમાં ખાંડના ભાવમાં વધારાનું કારણ બનશે. જેનાથી વૈશ્વિક બજારો ખાસ કરીને અરબ દુનિયામાં મોંઘવારી વધવાની પૂર્ણ સંભાવના છે, કારણ કે અરબ દેશ સૌથી વધુ ખાંડ ભારતથી આયાત કરે છે.જૉર્ડનમાં સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠનના પ્રમુખ સલાહકાર ફાદેલ અલ-જુબીનું કહેવું છે કે, ‘કેટલાક અરબ દેશ એવા છે જે ખાંડના ભાવમાં વધારાના ઝટકાને સહન નથી કરી શકે અને તેનાથી આ દેશોના આયાત, સ્ટોક અને સામાન્ય લોકો સુધી અસર પહોંચશે. તેવા સમયમાં તેમનો સ્થાનિક ચલણ પણ નબળું છે. તેનાથી અરબ દેશોમાં મોંઘવારી હજુ વધશે. એટલા માટે આ દેશોએ પહેલા જ જરૂરી પગલા ભરવાની જરૂર છે.’

    ઈન્ટરનેશનલ ટ્રેડ સેન્ટરના આંકડા અનુસાર, ગત વર્ષ કતારે ૯૦ ટકા, યુએઈએ ૪૩ ટકા, બહરીને ૩૪ ટકા અને સાઉદી અરબ અને કુવૈતે ૨૮-૨૮ ટકા ખાંડ ભારત પાસેથી ખરીદી હતી.તેનાથી સ્પષ્ટ થાય છે કે, ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (જીસીસી)ના તમામ દેશ ભારતીય ખાંડ પર વધુ ર્નિભર છે. તેવામાં ભારત દ્વારા નિકાસ પર પ્રતિબંધ લગાવવાથી અરબ દેશોની મુશ્કેલીઓ વધી જશે કારણ કે આ વચ્ચે આ દેશોને ખાંડ માટે નવો વિકલ્પ શોધવા સરળ નહીં હોય.બેંગલુરુ સ્થિત તક્ષશિલા ઈન્સ્ટીટ્યૂશનના સહાયક પ્રોફેસર
    ભારત તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધ અરબ દુનિયાને પોતાની જરૂરિયાતો પૂર્ણ કરનારા દેશોમાં વિવિધતા લાવવા માટે મજબૂર કરશે. પરંતુ વિકલ્પ બદલવામાં સમય લાગશે. તેવામાં સંભાવના છે કે, કેટલાક દિવસો માટે અરબ દેશોમાં ઉચ્ચ ખાદ્ય ફુગાવો જાેવા મળશે.’હાલના વર્ષોમાં ભારત સૌથી ઝડપી વધતા ખાંડ નિકાસ દેશોમાંથી એક સાબિત થયો છે. ગત વર્ષ ભારત દુનિયાભરમાં ખાંડનો બીજાે સૌથી મોટો નિકાસ કરતો દેશ હતો. ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૨માં ૫૭૦ કરોડ ડોલરની ખાંડની નિકાસ કરી, જ્યારે ૨૦૧૭માં ભારતે માત્ર ૮૧ કરોડ ડોલર ખાંડની નિકાસ કરી હતી.

    બ્રાઝીલ બાદ ભારત દુનિયાનો બીજાે સૌથી વધુ ખાંડની નિકાસ કરતો દેશ છે. ખાંડના વૈશ્વિક નિકાસમાં ભારતનું કુલ યોગદાન ૧૫ ટકા છે. જાેકે, આગામી પ્રતિબંધને ધ્યાને રાખતા ભારતની નિકાસ ભાગીદારી ઘટીને ૧૧ ટકા થવાની આશા છે.
    ઘરેલૂ જરૂરિયાતો-પુરવઠાને વધારવા અને ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે ભારતે ૨૦ જુલાઈએ નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. કારણ કે, ભારત દુનિયાનો સૌથી મોટો ચોખા એક્સપોર્ટ કરતો દેશ છે. ભારતના આ ર્નિણયથી અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિત કેટલાક દેશોમાં ચોખાના ભાવ પોતાના ઉચ્ચતમ સ્તરે છે.
    આ સિવાય ભારત સરકારે ૧૯ ઓગસ્ટે ડુંગળીની નિકાસ પર ૪૦ ટકા ચાર્જ લગાવી દીધો હતો. સરકાર નોટિફિકેશન અનુસાર, ૩૧ ડિસેમ્બર સુધી ડુંગળીની નિકાસ પર આ ચાર્જ લાગૂ રહેશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.