એશિયા કપ ૨૦૨૩માં ભારત પાકિસ્તાન વચ્ચે ત્રીજી સુપર ફોર મેચ રવિવારના રોજ કોલંબોમાં રમાશે. આ મેચને લઈને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે જેમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનાર આ મેચ માટે એક રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જાે આ મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવશે તો મેચ બીજા દિવસે રિઝર્વ ડેના દિવસે રમાશે. ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી અગાઉની મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ એશિયા કપ ૨૦૨૩ના સુપર ફોરમાં ફક્ત એક મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. ભારત-પાકિસ્તાન વચ્ચે અગાઉની મેચમાં વરસાદને કારણે પુરી થઈ શકી ન હતી. આ કારણે સુપર ફોર મેચમાં રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.
સુપર ફોરમાં અન્ય મેચમાં રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. ભારત-પાકિસ્તાન મેચ ૧૦મી સપ્ટેમ્બરે રવિવારના રોજ કોલંબોમાં રમાશે. આ મેચ પર પણ વરસાદનું સંકટ છે. જાે વાતાવરણ સાફ હશે તો મેચ સરળતાથી રમાશે. જાે વરસાદના થોડીવાર માટે આવે અથવા ઓવરને કાપીને મેચ પુરો થઈ શકે તો એ રીતે પણ કરવામાં આવશે, પણ જાે વધુ વરસાદ વરસે અને મેચ રદ્દ કરવામાં આવે તો મેચ રિઝર્વ ડેના દિવસે રમાશે. એશિયા કપ ૨૦૨૩માં ભારતીય ટીમ સુપર ફોરમાં ત્રણ મેચ રમશે, જેમાં તેની પહેલી મેચ પાકિસ્તાન સાથે છે. આ બાદ બીજી મેચ શ્રીલંકા સામે ૧૨મી તારીખે કોલંબોમાં રમાનાર છે. આ બાદ ત્રીજી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોલંબોમાં ૧૫મી સપ્ટેમ્બરના રોજ રમાશે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ ૧૭ સપ્ટેમ્બરના રોજ રમાનાર છે. આ મેચ પણ કોલંબોમાં રમાનાર છે.