Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»ભારત-અફઘાન મેચનો વીડિયો વાયરલ કોહલીએ અફઘાનિસ્તાનના ખેલાડી નવીનને ટ્રોલ કરતા લોકોને અટકાવ્યા
    Cricket

    ભારત-અફઘાન મેચનો વીડિયો વાયરલ કોહલીએ અફઘાનિસ્તાનના ખેલાડી નવીનને ટ્રોલ કરતા લોકોને અટકાવ્યા

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 12, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ની ૯મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતને ૨૭૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ભારતીય ટીમે માત્ર ૩૫ ઓવરમાં ૨ વિકેટના નુકસાન પર હાંસલ કરી અફઘાનિસ્તાનને ૮ વિકેટથી હરાવ્યું હતું. કેપ્ટન રોહિત શર્માએ ગઈકાલની મેચમાં શાનદાર સદી ફટકારી હતી. વિરાટે પણ શાનદાર ફિફ્ટી ફટકારી હતી. મેચ દરમિયાન એક ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

    દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં હાજર પ્રશંસકો અફઘાનિસ્તાનના ખેલાડી નવીન ઉલ હકને સતત ટ્રોલ કરી રહ્યા હતા. આ પછી વિરાટ કોહલીએ ફેન્સને નવીન ઉલ હકની મજાક ન ઉડાવવાનું કહ્યું હતું. સ્ટેડિયમમાં મેચ જાેઈ રહેલા પ્રશંસકોએ વિરાટ કોહલીની વિનંતી સ્વીકારી અને નવીન ઉલ હકને ટ્રોલ કરવાનું બંધ કરી દીધું હતું.

    આઈપીએલ ૨૦૨૩ દરમિયાન વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચે ઝઘડો થયો હતો. બંને ખેલાડીઓ વચ્ચેનો આ વિવાદ ખુબ ચર્ચામાં હતો. હવે ગઈકાલની મેચમાં વિરાટના અંદાજે ફેન્સનું દિલ જીતી લીધું હતું. સોશ્યલ મીડિયા પર ફેન્સ વિરાટ કોહલીની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. નવીન ઉલ હક અને વિરાટ કોહલી મેચ દરમિયાન મળ્યા હતા. આ દરમિયાન બંને ખેલાડીઓએ એકબીજાને ગળે પણ લગાવ્યા હતા. મેચ પૂરી થયા બાદ પણ નવીન ઉલ હક અને વિરાટ કોહલી મળ્યા હતા. આ દરમિયાન બંને ખેલાડીઓ એકબીજા સાથે વાત કરતા જાેવા મળ્યા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    T20 World Cup 2026: ટિકિટ કેવી રીતે બુક કરવી અને તેની કિંમત કેટલી છે તે જાણો

    December 12, 2025

    T20I Series 2025: અભિષેક શર્માનો ધમાકો, વર્ષમાં 50 છગ્ગા પૂરા કર્યા

    December 12, 2025

    T20 World Cup 2026: ટિકિટનું વેચાણ શરૂ, પ્રવેશ 100 રૂપિયાથી શરૂ

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.