પરીક્ષામાં અનેક ગેરરીતિના કિસ્સા સામે આવ્યા બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એ નવો ર્નિણય કર્યો છે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિ ન કરી શકે તે માટે કડક નિયમ અમલી કરવામાં આવ્યો છેેે. જાે પરીક્ષામાં કોઇ પણ વિદ્યાર્થી ગેરરીતી કરશે તો, જે તે વિષયમાં ૦ માર્ક અપાશે અને પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવશે. જાે વિદ્યાર્થી બીજી વખત ગેરરીતિ કરતા પકડાય તો, તમામ વિષયમાં ૦ માર્ક અપાશે અને ફેલ કરી દેવાશે. પરીક્ષાનું પરિણામ પણ અટકાવી દેવાશે, ૬ મહિના સુધી વિદ્યાર્થી પરીક્ષા પણ નહીં આપી શકે.ઉલ્લેખનીય છે, ફદ્ગજીય્ેંમાં મ્ર્ઝ્રંસ્ની પરીક્ષામાં ગેરરીતિ કરનારા ૪૦૦ વિદ્યાર્થીઓ પકડાયા હતા. યુનિવર્સિટીએ તમામ વિદ્યાર્થીઓના જે તે વિષયમાં ૦ માર્ક મૂકી દીધા છે અને ૫૦૦ રૂપિયા પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવી. મહત્વનું છે, યુનિવર્સિટીમાં તમામ ગેરરીતિ આચરનારા ૪૦૦ વિદ્યાર્થીઓને હિયરીંગ માટે બોલાવાયા હતા. જેમાંથી ૨૫૦ વિદ્યાર્થી હાજર રહ્યા અને ૧૫૦ વિદ્યાર્થીઓ હિયરીંગમાં હાજર ન રહ્યા.
હાલ, તો આ વિદ્યાર્થીઓના જે તે વિષયમાં ૦ માર્ક મુકાયા છે. આ વિદ્યાર્થીઓ હવે હાજર નહીં રહે તો વધુ કાર્યવાહી કરાશે. પરીક્ષામાં ગેરરીતિને અટકાવવા યુનિવર્સિટી દ્વારા પગલાં લેવાઇ રહ્યાં છે, હવે જાેવાનું રહ્યું કે નવા નિયમો બાદ ગેરરીતિ કેટલી અટકે છે!