છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં નાની ઉંમરના વ્યક્તિમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે વડોદરાની સ્જી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વધુ એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું છે.
સ્જી યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા પાટણના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે.
મળતી માહિતી અનુસાર સ્જીેંના સાયન્સ ફેકલ્ટીમાં ઝુઓલોજીમાં અભ્યાસ કરતો દીપ ચૌધરી નામનો વિદ્યાર્થી બોયઝ હોસ્ટેલમાં મિત્રો સાથે વાત કરતા કરતા અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ તેના મિત્રો તેને સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબે દીપ ચૌધરીને મૃત જાહેર કર્યો હતો. ઉપરાછાપરી બે એટેક આવવાને કારણે દીપનું મોત થયું હોવાની શક્યતા તબીબોએ વ્યક્ત કરી છે. અચાનક જ વિદ્યાર્થીના મોતથી તેમના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.