TRAI Report
TRAI Report: નવા રિપોર્ટમાં TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ મોટા ફેરફારો તરફ ઈશારો કર્યો છે. Jio અને Vodafone Idea જેવી મોટી ટેલિકોમ કંપનીઓએ લાખો વપરાશકર્તાઓ ગુમાવ્યા છે. દરમિયાન એરટેલ અને બીએસએનએલના યુઝરબેઝમાં વધારો થયો છે. જુલાઈમાં ખાનગી ટેલિકોમ કંપનીઓએ મોબાઈલ પ્લાન મોંઘા કર્યા ત્યારથી યુઝર્સની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. જોકે, આ વખતે એરટેલે તેના યુઝરબેઝમાં વધારો નોંધાવ્યો છે, જ્યારે અન્ય કંપનીઓની સ્થિતિ યથાવત્ છે.
જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની BSNLના વપરાશકર્તાઓ સતત વધી રહ્યા છે. કંપનીના કુલ યુઝર્સની સંખ્યા હવે 10 કરોડની નજીક પહોંચી ગઈ છે.

દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાના યુઝર્સમાં પણ આ વખતે ઘટાડો થયો છે. ઓક્ટોબર 2024માં કંપનીએ 19.77 લાખ યુઝર્સ ગુમાવ્યા છે. સપ્ટેમ્બરમાં પણ 15.5 લાખ યુઝર્સમાં ઘટાડો થયો હતો. વોડાફોન આઈડિયાનો માર્કેટ શેર 18.30% છે. ત્રણ ખાનગી કંપનીઓનો સંયુક્ત બજાર હિસ્સો 91.78% છે, જ્યારે સરકારી કંપનીઓ BSNL અને MTNLનો બજારહિસ્સો 8.22% પર પહોંચી ગયો છે. BSNLએ ઓક્ટોબરમાં લગભગ 5 લાખ નવા યુઝર્સ ઉમેર્યા છે, જ્યારે સપ્ટેમ્બરમાં આ આંકડો 8.5 લાખ હતો.
