ભાવનગર જિલ્લાના કરદેજ ખાતે એક યુવક પાણીમાં તણાયો છે. કરદેજ ગામના નદીના પટમાં માલેશ્રી નદીનું પાણી આવતા યુવક તણાયો હતો. પાણીમાં તણાયેલા યુવકનું નામ ઘનશ્યામ આહીર છે. ઘટનાની જાણ થતા ફાયર તેમજ ્ર્ડ્ઢં કરદેજ ખાતે દોડી ગયા હતા. આ ઉપરાંત બચાવકાર્ય માટે જીડ્ઢઇહ્લ ની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ છે. તણાયેલા યુવકની શોધખોળ કરવા તંત્રએ પ્રયાસ હાથ ધર્યા છે.
ભાવનગર શહેરમાં વરસાદના વિરામ બાદ તબાહીના દ્રશ્યો જાેવા મળ્યા છે. માત્ર ચાર ઇંચ જેટલો વરસાદથી ભાવનગર રાજકોટ હાઇવે રોડ પર વાહનોની ગતિ થંભી ગઈ છે. સાથે રેસ્ટોરન્ટ પણ સંપૂર્ણ પણે પાણીમાં ગરકાવ થયું છે. કુદરતી વહેણ બંધ કરી દેતા હાઈવે રોડ પર પાણી ભરાય રહ્યું છે.
લાખો અને કરોડો રૂપિયા પાણીના નિકાલ પાછળ વાપરવામાં આવે છે આમ છતાં પણ નારી ચોકડી પાસે આવેલ ત્રણથી ચાર વિસ્તારમાં ૨૪ કલાક વિતવા છતાં વરસાદના પાણી ઉતર્યા નથી. જેના કારણે વિસ્તારના તમામ રસ્તાઓ બંધ થયા છે. સરકારી વિભાગમાં સ્થાનિકો દ્વારા સતત ફરિયાદો કરવામાં આવી છતાં પણ કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. ખોડીયાર નગર, સવગુણ નગર, ગૌતમ બુદ્ધ અને સિદ્ધિવિનાયક સોસાયટીના રહીશોનો માર્ગ બંધ થયો છે.