રાજ્યમા ચોમાસા બાદ અનેક શહેર અને ગામડાઓમાં પાણી જન્ય અને મચ્છર જન્ય તેમજ કન્જક્ટીવાઈટીસ રોગ વકર્યા છે. ત્યારે અમદાવાદમા પણ રોગચાળો ફાટી નિકળ્યો છે. શહેરમાં ચાલુ મહિનામાં મેલેરિયાના ૨૪ કેસ, ડેન્ગ્યુના ૮૭ કેસ, ચિકન ગુનિયાના ૩ કેસ, ઝાડા ઉલ્ટીના ૨૫૫ કેસ કમળાના ૨૮ કેસ ટાઈફોઈડના ૧૧૪ કેસ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસા બાદ ગંદકી અને વાતાવરણના ફેરફારને લઈ મચ્છરોના બ્રિડીંગમાં વધારો થાય છે. જેને લઈને મચ્છર જન્ય રોગોમાં વધારો જાેવા મળે છે. આ સાથે ચોમાસામાં દરમિયાન પીવાના પાણીમાં દૂષિત પાણી ભળતા પાણી જન્ય રોગોમાં પણ વધારો જાેવા મળે છે.
ચોમાસાની સિઝન બાદ રાજ્યના શહેરો અને ગામડોઓમાં આંખ આવવાના કન્જક્ટીવાઈટીસ રોગ વકર્યો છે. ત્યારે અમદાવાદમાં પણ આંખ આવવાના કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે. હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો શહેરમાં હાલ દરરોજના ૧ હજારથી પણ વધુ કન્જક્ટીવાઈટીસના કેસ નોંધાઈ રહ્યા છે. જાે શહેરમાં અત્યાર સુધીના નોંધાયેલા કેસ ઉપર નજર કરવામાં આવે તો કન્જક્ટીવાઈટીસના ૬૦ હજાર કેસ નોંધાઈ ચુક્યા છે. જેને લઈને અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગે ૧ લાખ કરતા પણ વધારે આંખના ટીપાનું વિતરણ કર્યુ છે.