નવસારી શહેરમાં ફરી જાેખમી રીતે બાઈક ચલાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. શહેરમાં આવેલા ઇટાડવાથી ગણદેવી જતા માર્ગ ઉપર ત્રણ બાઈક ચાલકો બેફામ બાઇક ચલાવતા નજરે ચડ્યા હતા. જિલ્લા ટ્રાફિક પોલીસે આ તમામને ઝડપી પાડ્યા છે.
નવસારીમાં સ્ટંટબાજાેનો વીડિયો વાયરલ થયો હતો. પરંતુ ગણતરીના ક્લાકોમાં આ સ્ટંટ બાજાેને પોલીસે સબક શિખવાડ્યો છે. નવસારી-ગણદેવી માર્ગ પર ૩ યુવકોની સ્ટંટબાજીનો વીડિયો વરાળ થયા બાદ આ તમામને પકડી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. જેને લઈ ટ્રાફિક પોલીસ સતર્ક બની હતી. ગણતરીના ક્લાકોમાં આ આરોપીને ઝડપીને કાર્યવાહી કરી છે.નવસારીનો આ વીડિયો વાયરલ થતાં તપાસમાં સામે આવ્યુ હતું કે આ ત્રણ યુવાનો ઇ-બાઇકની ડિલિવરી આપવા જતા હતા. જાેકે આ બાઇક ચાલકો રસ્તા વચ્ચે બેફામ ગાડી ચલાવી અન્ય લોકોના જીવ તાળવે ચોટયા હતા. જાેકે આ બાદ ટ્રાફિક પોલીસે ત્રણેય યુવકોને ઝડપી પાડ્યા. આ તમામ ત્રણેય યુવકો બીલીમોરાના ઇ-બાઇકના શોરૂમમાં નોકરી કરે છે. જે તમામ આરોઈ આર્યન નિલેશભાઈ સોલંકી, હર્ષ જયેશભાઈ પટેલ, સુરજ કુમાર વકીલભાઈ ચૌહાણ તમામને ઝડપી પાડ્યા છે.
