અહીંયાના લોકો જીવન શાનથી જીવે છે પણ રંગીલા નામે ઓળખાતા રાજકોટ શહેરમાં આ વખતે મોંઘવારીની માર દેખાઈ રહી છે. દર વર્ષે જન્માષ્ટમી પહેલા રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર તેજીનો માહોલ જામતો હોય છે. પરંતુ આ વખતે બજારમાં સુસ્તીનો માહોલ નજરે પડી રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે, જાણે રાજકોટવાસીઓને મંદીનો માર નડી રહ્યો છે. આ વખતે બજારમાં ખૂબ ઓછા લોકો પ્રમાણમાં લોકો ખરીદી કરી રહ્યા છે જેના કારણે વેપારીઓને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશનના પ્રમુખ પ્રાંત કલ્યાણીએ જણાવ્યું હતું કે, સાતમ-આઠમ પર જે ઘરાકી આ રોડ પર જાેવા મળતી એ ઘરાકી આજે આ રોડ પર જાેવા મળી રહી નથી. ધર્મેન્દ્ર રોડ એટલે સૌરાષ્ટ્રની શાન કારણ કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો અહીંયાથી પોતાના કપડાંથી લઈને મોટાભાગની ખરીદી કરે છે. કારણ કે, લોકો અહીંયા ખૂબ મજાથી ખરીદી કરે છે પણ આ વર્ષે આ રોડ પર મંદીનો માહોલ જાેવા મળી રહ્યો છે.જન્માષ્ટમી પહેલા આ રોડ પર બાળકો અને મહિલાઓની ભારે ભીડ જાેવા મળે છે.
કારણ કે, અહીંયાથી જ લોકો મોટાભાગની ખરીદી કરે છે પણ આ વર્ષે મોંઘવારીનું કારણ હોય કે, અન્ય કારણ પણ આ વર્ષે મંદિનો માહોલ જાેવા મળી રહ્યો છે અને ખરીદીનો અભાવ જાેવા મળી રહ્યો છે. જન્માષ્ટમીના તહેવારને માત્ર ૨-૩ દિવસ જ બાકી છે પણ બજારમાં હજુ ખરીદી કરવા લોકો નીકળ્યા નથી. વેપારીઓનું કહેવું છે કે, નવરાત્રી પર હવે થોડીક ઘરાકી નીકળે તો સારું રહેશે અને દિવાળીની ખરીદી અથવા તો દિવાળી બાદ લગ્નસરાની સિઝન આવશે ત્યારે નવરાત્રિ પર માર્કેટમાં ખરીદી નીકળે તો વેપારીઓને લાભ થશે.વેપારીઓનું કહેવું છે કે, કોવિડ બાદથી જ રિટેઈલ વેપારમાં મંદી આવી છે. જે લોકો લોન પર અથવા જાે ભાડાની જગ્યા રાખીને વેપાર કરે છે તે વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.કારણ કે આ વેપારીઓને રોજ-બરોજનો ખર્ચો પણ નીકળતો નથી.અત્યારે વેપારીઓને મહિનાના અંતે બે છેડા ભેગા કરવા મુશ્કેલ થઈ રહ્યાં છે.
વેપારી એસોસિએશનને જણાવ્યું હતું છે કે, સરકારે નાના અને મધ્યમવર્ગના વેપારીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરવી જાેઈએ અને વેપારીઓની પડખે સરકારે ઉભું રહેવું જાેઈએ. રાજકોટ રંગીલુ શહેર છે એટલે અત્યારે રાજકોટવાસીઓ ફરવા નીકળી ગયા છે. એટલે હવે ખરીદી નીકળે તેવું શક્ય નથી. ગયા વર્ષે સાતમ-આઠમ ખૂબ સારી ગઈ હતી પરંતુ આ વર્ષે ફરી મંદીનો માહોલ જાેવા મળી રહ્યો છે.