બિહારમાં સબૌર પોલીસે વર્ષ ૨૦૧૫માં એક વ્યક્તિ વિરુદ્ધ દુષ્કર્મ બાદ હત્યા કરવાના મામલે ફરિયાદ દાખલ કરી હતી. ૨૦૧૪માં એડિશનલ જજ ભાગલપુરની અદાલતે આરોપીને દોષિત જાહેર કરી ફાંસીની સજા આપી હતી. ૨૦૧૮માં પટના હાઈકોર્ટે પણ સેશન્સ કોર્ટના ર્નિણયને યથાવત રાખ્યો હતો. જાે કે હવે આ ર્નિણય બદલાઈ ગયો છે. પટના હાઈકોર્ટે કથિત રીતે ૧૧ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરવાના મામલે આરોપીને હવે નિર્દોષ જાહેર કર્યો છે. આ મામલે સબોર પોલીસ દ્વારા વર્ષ ૨૦૧૫માં પ્રાથમિક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં ૨ ફેબ્રુઆરી ૨૦૧૪માં એડિશનલ જજ ભાગલપુરની અદાલતે આરોપીને દોષિત જાહેર કરી ફાંસીની સજા આપી હતી. ૧૦ એપ્રિલ ૨૦૧૮ ના રોજ પટના હાઈકોર્ટે પણ સેશન્સ કોર્ટના ર્નિણયને યથાવત રાખ્યો હતો.
ક્રિમિનલ અપીલ કેસ નંબર ૧૨૭૧/૨૦૧૮માં સુપ્રિમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યુ હતું કે, સેશન્સ કોર્ટ મુકબધિર બનીને ઉભી રહી અને તેના વચનો પ્રમાણે તેની પાસે કોઈ યોગ્ય જાણકારી નહોતી. જે મુન્ના પાંડેયને નિર્દોષતા દર્શાવતી હતી.
સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા કહેવામાં આવ્યું કે, સાક્ષીઓએ ન્યાયાલયમાં સ્પષ્ટ રીતે પોતાના નિવેદનો બદલી નાખ્યા છે અને મુન્ના પાંડેયને પહેલીવાર સાક્ષીઓ દરમ્યાન ફસાવવામાં આવ્યા છે. જેથી સર્વોચ્ચ અદાલતે આ કેસ પટના હાઈકોર્ટને પ્રાથમિક જાણકારી મેળવવા માટે ફરી પરત મોકલ્યો હતો અને કલમ નંબર ૩૬૭ દંડ પ્રક્રિયા સંહિતા ૧૯૭૩ તથા કાયદા હેઠળ પોતાનો ર્નિણય આપવા માટે સુચનાઓ આપી હતી.
ગુરુવારે અદાલતનાં જજ આશુતોષ કુમાર તથા જજ આલોક કુમાર પાંડેયની ખંડપીઠમાં મુન્ના પાન્ડેને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યો હતો. અદાલતે સાક્ષીઓના નિવેદનોમાં પરસ્પર વિરોધાભાસ જાેવા મળતા આ ર્નિણય કર્યો હતો, આ સાથે નોંધવામાં આવ્યું હતું કે, આ કેસમાં મુન્ના પાન્ડેને ફસાવવામાં આવ્યો છે.આ મામલે અપીલકર્તાના એડવોકેટ અંશુલ, હરિની રઘુપતિ અને અભિનવ અશોકે દલીલ કરી હતી કે પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી છે તેમાં ખૂબ ખામીઓ રહેલી છે. જેમા મુન્ના પાંડેને ૮ વર્ષ સુધી ખોટી રીતે જેલમાં પૂર્યા બાદ હવે તેને નિર્દોષ જાહેર કરી મુક્ત કરવામાં આવશે.