વિરોધ પક્ષોના ગઠબંધન ભારત માટેની ટેગલાઈન ‘જીતેગા ભારત બની શકે છે. આ પહેલા વિપક્ષી પાર્ટીઓએ તેમના ગઠબંધનનું નામ ‘ઈન્ડિયા’ જાહેર કર્યું હતું. આ ટેગલાઈન ૨૦૨૪ના લોકસભા પ્રચાર માટે પસંદ કરવામાં આવી શકે છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને લખ્યું કે, ‘ભારત જાેડાશે, ઈન્ડિયા જીતશે’. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હિન્દી ટેગલાઈન અનેક પ્રાદેશિક ભાષાઓમાં બને તેવી શક્યતા છે. બે દિવસ પહેલા બેંગલુરુમાં બેઠક દરમિયાન ઘણા નેતાઓને લાગ્યું કે ગઠબંધનના નામમાં ‘ભારત’ શબ્દનો સમાવેશ થવો જાેઈએ.
એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે બેઠકમાં ર્નિણય લેવામાં આવ્યો છે કે આને ટેગલાઈનમાં સામેલ કરવામાં આવશે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેએ સૂચવ્યું કે વિપક્ષી ગઠબંધનની હિન્દી ટેગલાઇન હોવી જાેઈએ. ઈન્ડિયાનું નામ ગઈકાલે બેંગલુરુમાં સમાપ્ત થયેલી બેઠક દરમિયાન નક્કી કરવામાં આવ્યું હતું. આ ઈન્ડિયાનું પૂર્ણ નામ ‘ભારતીય રાષ્ટ્રીય લોકશાહી સર્વસમાવેશી જાેડાણ’ છે.