ભારત માટે આજનો દિવસ ખાસ છે કારણકે આજે ચંદ્રયાન-૩ ચંદ્ર પર લેન્ડિગ કરશે, આ વચ્ચે પાકિસ્તાનના જે નેતાએ પહેલા ઈસરોની મજાક ઉડાવી હતી તે જ નેતા હવે ઈસરોના વખાણ કરી રહ્યા છે અને પાક. મીડિયાને ચંદ્રયાન લેન્ડિંગનું લાઈવ ટેલિકાસ્ટની માંગ કરી રહ્યા છે. પાકિસ્તાનની અગાઉની ઈમરાન ખાન સરકારમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી રહેલા ફવાદ હુસૈને ભારતના ચંદ્ર મિશન ‘ચંદ્રયાન-૩’ની પ્રશંસા કરી છે અને તેને માનવજાત માટે ઐતિહાસિક ક્ષણ ગણાવી છે. ભારતને અભિનંદન આપતા પૂર્વ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીએ તેમના દેશને આજે સાંજે ચંદ્રયાન-૩ના ચંદ્ર લેન્ડિંગનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિનંતી કરી છે. જાે કે આ પહેલા હુસૈન વર્ષો સુધી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરોની મજાક ઉડાવતા હતા.
ફવાદ હુસૈને એક્સ (ટિ્વટર) પર લખ્યું હતું કે પાક મીડિયાએ ચંદ્રયાનનું ચંદ્ર લેન્ડિંગને લાઈવ બતાવવું જાેઈએ. માનવજાત ખાસ કરીને ભારતના લોકો માટે ઐતિહાસિક ક્ષણ, વૈજ્ઞાનિકો અને અવકાશ સમુદાયને ખૂબ ખૂબ અભિનંદન. ફવાદ હુસૈને અગાઉ પણ ૧૪ જુલાઈના રોજ ભારતના અવકાશ અને વિજ્ઞાન સમુદાયને અભિનંદન આપ્યા હતા, જ્યારે ઈસરોએ ત્રીજું ચંદ્ર મિશન લોન્ચ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, ચંદ્રયાન૩ના પ્રક્ષેપણ પર ભારતીય અવકાશ અને વિજ્ઞાન સમુદાયને અભિનંદન, તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પૂર્વ પાકિસ્તાની મંત્રીએ ચંદ્રયાન-૨ મિશનની નિષ્ફળતા બાદ ૨૦૧૯માં ભારત અને ઈસરોની મજાક ઉડાવી હતી. તેણે બીજા ચંદ્ર મિશન પર ?૯૦૦ કરોડ ખર્ચવા બદલ ભારતીય સ્પેસ એજન્સી અને ભારતના વડા પ્રધાનને ટ્રોલ કર્યા હતા.