Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»આઈસીસીએ વનડે વર્લ્ડ કપનું નવું શેડ્યૂલ જાહેર કર્યું ભારત- પાકિસ્તાન વચ્ચે મેચ ૧૪ ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે
    Cricket

    આઈસીસીએ વનડે વર્લ્ડ કપનું નવું શેડ્યૂલ જાહેર કર્યું ભારત- પાકિસ્તાન વચ્ચે મેચ ૧૪ ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 9, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વનડે વર્લ્ડ કપ ૨૦૨૩ આ વર્ષે ૫ ઓક્ટોબરથી શરૂ થવાનો છે, જેનું આયોજન ભારત કરશે. ટુર્નામેન્ટની ફાઈનલ ૧૯ નવેમ્બરે રમાશે. આઈસીસીએ તેનું નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ અંતર્ગત ભારત-પાકિસ્તાન મેચ સહિત ૯ મેચોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હવે ૧૪મી ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સહિત ૯ મેચોના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

    આઈસીસીએ પાકિસ્તાન ટીમની એક નહીં પરંતુ ત્રણ મેચોના શિડ્યુલમાં ફેરફાર કર્યો છે. પાકિસ્તાનની ટીમ ૧૫ ઓક્ટોબરે અમદાવાદમાં ભારત સામે તેની મેચ રમવાની હતી. પરંતુ સમાચાર આવ્યા છે કે આ મેચ હવે એક દિવસ પહેલા એટલે કે ૧૪ ઓક્ટોબરે આ જ મેદાન પર યોજાશે. ૧૫ ઓક્ટોબરે નવરાત્રિનો પહેલો દિવસ હશે. આ કારણોસર આ મેચ ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. પરંતુ આ સાથે ૧૨ ઓક્ટોબરે યોજાનારી પાકિસ્તાન ટીમની અન્ય મેચમાં ફેરફાર કરવામાં આવશે. આ મેચ શ્રીલંકા સામે થવાની છે, જે હવે હૈદરાબાદમાં ૧૨ને બદલે ૧૦ ઓક્ટોબરે રમાશે.
    આ સિવાય ૧૨ નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં યોજાનારી પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ એક દિવસ પહેલા એટલે કે ૧૧ નવેમ્બરે આ જ મેદાન પર યોજાશે. કાલી પૂજાને કારણે આ મેચમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
    આઈસીસીવનડે વર્લ્ડ કપના ફેરફારો આ પ્રકારે છે
    ૧૦ ઓક્ટોબર ઃ ઈંગ્લેન્ડ વિ.બાંગ્લાદેશ
    ૧૦ ઓક્ટોબર ઃ પાકિસ્તાન વિ.શ્રીલંકા
    ૧૨ ઓક્ટોબર ઃ ઓસ્ટ્રેલિયા વિ.સાઉથ આફ્રીકા
    ૧૩ ઓક્ટોબર ઃ ન્યૂઝીલેન્ડ વિ.બાંગ્લાદેશ
    ૧૪ ઓક્ટોબર ઃ ભારત વિ.પાકિસ્તાન
    ૧૫ ઓક્ટોબર ઃ ઈંગ્લેન્ડ વિ.અફઘાનિસ્તાન
    ૧૧ નવેમ્બર ઃ ઓસ્ટ્રેલિયા વિ.બાંગ્લાદેશ
    ૧૧ નવેમ્બર ઃ ઈંગ્લેન્ડ વિ.પાકિસ્તાન
    ૧૨ નવેમ્બર ઃ ભારત વિ.નેધરલેન્ડ

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      National Award: બદનામીએ કરિયર છીનવ્યું, છૂટાછેડાએ દિલ તોડ્યું, પણ હિંમતે શ્વેતા બસુ પ્રસાદને બનાવી OTTની નવી સુલતાન!

      April 7, 2026

      ICCનો કડક નિયમ—કે નામિબિયાનું ભાગ્ય? યજમાન હોવા છતાં વર્લ્ડ કપમાંથી બાકાત રહેવાનો ભય

      April 6, 2026

      GT vs RR: શુભમન ગિલ સામે આર્ચરની ‘સ્પીડ’ દિવાલ, શું હારનો સિલસિલો તૂટશે?

      April 4, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.