Hina Khan દક્ષિણ કોરિયાની ‘ટૂરિઝમ એમ્બેસેડર’ બની, ફોટા શેર કર્યા
Hina Khan: હિના ખાને તાજેતરમાં બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે દક્ષિણ કોરિયાની સફરની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.
Hina Khan: ટીવી અભિનેત્રી હિના ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેના ચાહકો અને ફોલોઅર્સને મોટી ખુશખબર આપી. હિનાએ જણાવ્યું કે તેને ‘કોરિયા ટુરિઝમ’ના એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આ સન્માન મેળવીને તે ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે. હિનાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરો સાથે કોરિયા ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયાનો આભાર માન્યો. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, “કોરિયા ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત થવા બદલ સન્માનિત છું. હું કોરિયાની સુંદરતા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ઉત્સાહિત છું.”
હિનાએ કહ્યું કે આ સન્માનથી તેને જે ખુશી મળી છે તે તે શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી. તેણીએ લખ્યું, “હું તાજેતરમાં આ સુંદર દેશમાં આવી છું અને દેશમાં વિતાવેલા છેલ્લા કેટલાક દિવસો દરમિયાનનો મારો અનુભવ શબ્દોમાં વર્ણવી શકાય નહીં. જૂના મહેલોથી લઈને શેરીઓ સુધી, કોરિયા એક ખૂબ જ સુંદર દેશ છે, જેનો જાદુ દેખાય છે. હું ઉત્સાહિત છું અને અહીંના અદ્ભુત દૃશ્યો, સ્વાદિષ્ટ ખોરાક અને સંસ્કૃતિ દરેકને બતાવવા માટે રાહ જોઈ શકતી નથી. આ સન્માન માટે એન્ડ્રુ જેએચ કિમ અને કોરિયા ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયાનો આભાર.”
હિના ખાન સિવાય અનેક અભિનેતાઓ એવા છે જે વિદેશી દેશોના એમ્બેસેડર તરીકે નિમાયેલ છે. અભિનેતા અને સામાજિક કાર્યકર સોનૂ સૂદ પણ આ યાદીમાં સામેલ છે. ગયા વર્ષે થાઈલેન્ડ સરકારએ તેમને પોતાના એમ્બેસેડર તરીકે નિમ્યા હતા. પ્રવાસન મંત્રાલયે તેમને દેશનો ‘બ્રાન્ડ એમ્બેસેડર’ અને ‘ઓનરરી ટુરિઝમ એડવાઈઝર’ તરીકે નિયુક્ત કર્યો હતો.
View this post on Instagram
કોરોના મહામારી દરમિયાન કરવામાં આવેલા માનવતાવાદી પ્રયાસોને કારણે, લોકોને મદદ કરવાના કારણે, સોનૂ સૂદને ‘મસીહા’ તરીકે ઓળખવામાં આવવા લાગ્યું.
આ પહેલા ‘મધર’સ ડે’ ના અવસરે અભિનેત્રી હિના ખાને તેમની માતા સાથે એક વીડિયો શેર કર્યો હતો અને જણાવ્યુ હતું કે એક મા એ તેના બાળકના જીવનની સૌથી મોટી ઢાલ હોય છે. હિનાએ જણાવ્યું હતું કે આ વિડિયો તેના ભાઈએ રમઝાનના પવિત્ર માસ દરમિયાન બનાવ્યો હતો.