Helmet Purchasing Tips: હેલમેટ ખરીદતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ આ 5 મહત્વની બાબતો
Helmet Purchasing Tips : જો તમે હેલ્મેટ ખરીદતી વખતે ઉતાવળ કરો છો, તો બાઇક ચલાવતી વખતે તમારી સલામતી જોખમમાં મુકાઈ શકે છે
Helmet Purchasing Tips: હેલ્મેટ ખરીદતી વખતે, તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, હકીકતમાં હેલ્મેટ એ ઢાલ છે જે તમને અકસ્માતોથી બચાવે છે. જો તેમાં કોઈ પ્રકારની ઉણપ હોય, તો તમારી સલામતી જોખમાશે, જેથી આવું ન થાય, હેલ્મેટ ખરીદતી વખતે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
સર્ટિફિકેશન જોવું મહત્વપૂર્ણ
હેલ્મેટ ખરીદતી વખતે, પહેલા પ્રમાણપત્ર જોવું મહત્વપૂર્ણ છે. હેલ્મેટમાં ISI માર્ક હોવો જોઈએ. ભારતમાં આ સૌથી મહત્વપૂર્ણ પ્રમાણપત્ર છે. ISI માર્ક વિના હેલ્મેટ ખરીદવાથી અકસ્માત દરમિયાન તમારી સલામતી જોખમમાં મુકાઈ શકે છે
સાચો સાઈઝ અને ફિટ
જો તમે તમારા માથાના કદ કરતાં મોટો અથવા નાનો હેલ્મેટ ખરીદો છો તો વિશ્વાસ રાખો કે અકસ્માત દરમિયાન એ તમારા માથાની યોગ્ય રક્ષણ કરી નહીં શકે. ઢીલો હેલ્મેટ સહેલાઈથી લપસી જાય છે અને બહુ કસાવવાળો હેલ્મેટ આરામ બગાડી દે છે.
કુશનિંગ
જો તમારા હેલ્મેટમાં સારી કુશનિંગ નથી તો એ હેલ્મેટ બાઈક ચલાવતી વખતે તમારા માથા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. સારી કુશનિંગ ગંભીર આઘાતમાંથી બચાવ કરવામાં મદદરૂપ થાય છે.
વેન્ટિલેશન (હવા આવજાવની વ્યવસ્થા)
જે હેલ્મેટ તમે ખરીદવા જઈ રહ્યા છો, તેમાં યોગ્ય વેન્ટિલેશન ન હોય તો રાઇડિંગ દરમ્યાન તકલીફ થઈ શકે છે. એવા હેલ્મેટમાં તમે ઉકળાટનો અનુભવ કરી શકો છો અને ગરમીમાં ખૂબ મુશ્કેલી પડી શકે છે.