દેશના વિવિધ ભાગોમાં જાેરદાર વરસાદ થઇ રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં વરસાદનો જાેર વધુ છે. આ વરસાદને કારણે ઘણાં વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે. દરમીયાન હવામાન ખાતામાંથી મળતી માહિતી મુજબ આજે પણ દેશની રાજધાની સહિત વિવિધ રાજ્યમાં મૂશળધાર વરસાદની શક્યતાઓ વર્તાઇ રહી છે.
હવામાન ખાતામાંથી મળતી માહીતી મુજબ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓને ગરમીથી રાહત મળશે. કારણ કે રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે યલો અને ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેથી આજે રાજ્યમાં જાેરદાર વરસાદની શક્યતાઓ હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બીજી બાજુ હિમાચલ પ્રદેશમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ વર્તાઇ રહી છે. રાજ્યના ૧૨માંથી ૮ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સાથે સાથે રાજ્યમાં ૨૫ અને ૨૬ ઓગષ્ટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત તેલંગણા, મરાઠવાડા, સિક્કીમ, અરુણાચલ પ્રદેશ, જમ્મૂ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, ગંગા પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશનો કિનારાનો પટ્ટો, કર્ણાટક અને કેરલમાં છૂટોછવાયો વરસાદ થશે.મધ્ય પ્રદેશમાં પણ ૧૫મી ઓગષ્ટથી જ ચોમાસું સક્રિય થયું છે. તેથી ત્યાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે. ઉપરાંત છત્તીસગઢમાં પણ વરસાદ થઇ શકે છે. રાજસ્થાનના કેટલાંક જિલ્લાઓમાં હલકાથી ભારે વરસાદની શક્યતાઓ છે. રાજ્યના જાેધપુર, બિકાનેર, ઝાલાવાડ, પાલી સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે.
ઉત્તરાખંડમાં પણ હાલમાં મૂશળધાર વરસાદ થઇ રહ્યો છે. જેને કારણે ત્યાનું જનજીવન ખોરવાયું છે. રાજ્યના નદી-નાળાઓ ભયજનક સપાટી પર વહી રહ્યાં છે. જેને કારણે પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ થઇ છે. રાજ્યમાં થઇ રહેલ ભૂસ્ખલનને કારણે અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેને કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ છે. તો ઘણી જગ્યાએ ખેતીના પાકને મોટું નૂકસાન થયું છે. આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદની શક્યતાઓ છે. આગામી પાંચ દિવસ ઇશાન દિશામાં આવેલ રાજ્યમાં મૂશળધાર વરસાદ પડવાની શક્યતાઓ છે.