ગુજરાત વિદ્યાપીઠ ફરી એકવાર ચર્ચામાં આવતા ખળભળાટ મચી જવા પામી છે. ગાંધીજીની ગુજરાત વિદ્યાપીઠમાંથી દારૂની બોટલ ઝડપાઇ છે.વિદ્યાપીઠના પ્રાણજીવન છાત્રાલયના રૂમ નંબર ૪૧ માંથી દારૂની બોટલ મળી આવતા ચારેબાજુ ચર્ચાના વંટોળ ઉભા થયા છે. વિદ્યાર્થીના રૂમમાંથી દારૂની બોટલ મળી આવતા હાલ તો રૂમ સીલ કરાયો છે. પ્રાણજીવન બિલ્ડીંગનો પાયો ગાંધીજીએ નાખ્યો હતો, એ જ હોસ્ટેલના રૂમમાંથી દારૂ મળી આવ્યો છે. હવે દારૂના નશાથી વિદ્યાપીઠ પણ બાકાત રહ્યું નથી.
ગુજરાત વિદ્યાપીઠના વીસી ભરત જાેષીએ આ સમગ્ર ઘટના વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત વિદ્યાપીઠ માટે શરમની વાત છે. વિદ્યાર્થીના રૂમમાંથી દારૂની બોટલ પકડાઈ છે એ વાત સાચી છે. ગઈકાલે સમગ્ર ઘટના સામે આવી છે. હોસ્ટેલ મેનેજમેન્ટ બ્રાન્ચના હેડ પોતે તપાસમાં ગયા હતા, અગાઉ આ અંગે ફરિયાદો મળતી રહી હતી. ઇતિહાસ વિભાગના ઁર.ઙ્ઘ ના વિદ્યાર્થીના રૂમમાં બહારથી વિદ્યાર્થીઓ આવ્યો હતો. અમે એ વિદ્યાર્થીનું એડમિશન રદ્દ કર્યું છે. ગાંધીજીની વિદ્યાપીઠમાંથી આ રીતે બોટલ પકડાય એ શરમજનક કહી શકાય. આમ તો ગુજરાત વિદ્યાપીઠ અને વિવાદ એકબીજાના પર્યાય બની ગયા છે કારણ કે, અનેકવાર વિદ્યાપીઠમાં વિવાદો અને વિરોધ નોંધાઈ ચૂક્યા છે.
હાલમાં એક નવો વિવાદ સામે આવ્યો છે, જેમાં વિદ્યાર્થીનીઓને સર્વ ધર્મ પ્રાર્થના કરતા રોકીને તેઓનું અપમાન કરવામાં આવ્યું હતું. બે દિવસ પૂર્વે ગુજરાત વિદ્યાપીઠમાં આ વિવાદ સર્જાયો હતો જ્યારે ઉપાસના ખંડમાં પ્રાથના કરવામાં આવી ત્યારે બે વિદ્યાર્થીનીઓને સર્વધર્મ પ્રાર્થના કરતા રોકવામાં આવી
