Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»શ્રાવણીયા જુગારને લઈ ગુજરાત પોલીસ એક્શનમા અમદાવાદ, બનાસકાંઠા, મહીસાગર અને ખેડામાંથી પોલીસે જુગારધામ ઝડપ્યું
    Gujarat

    શ્રાવણીયા જુગારને લઈ ગુજરાત પોલીસ એક્શનમા અમદાવાદ, બનાસકાંઠા, મહીસાગર અને ખેડામાંથી પોલીસે જુગારધામ ઝડપ્યું

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 7, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાજ્યમાં શ્રાવણીયા જુગારને લઈ પોલીસ એક્શનમાં જાેવા મળી રહી છે. અમદાવાદ, બનાસકાંઠા, મહીસાગર અને ખેડામાંથી કેટલાક જુગારબાજીઓને પોલીસે દબોચ્યા છે. અમદાવાદ શહેરમાં શ્રાવણિયો જુગાર રમતાં લોકોને પકડવા માટે પોલીસ સક્રિય થઈ ગઈ છે. ત્યારે ઁઝ્રમ્એ વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ન્યુયોર્ક ટાવરમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપ્યું છે. જેમાં સાણંદ છઁસ્ઝ્રના ચેરમેન ખેંગાર સોલંકી જુગાર રમતા ઝડપાયા છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરી અમદાવાદ, પાટણ, મહેસાણા, ઉંઝા અને રાજસ્થાનના જુગારીઓને ઝડપ્યા હતા. પોલીસે રોકડ રકમ ૬ લાખ ૭૦ હજાર, મોબાઈલ, પૈસા ગણવાનું મશીન, ઝ્રઝ્ર્‌ફ કેમેરાના ડ્ઢફઇના ઉપકરણો, જુગારીઓના વાહનો મળીને કુલ ૪૬ લાખ ૩૫ હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    બીજી તરફ વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઈમબ્રાંચે ૧૦ જુગારીની ધરપકડ કરી છે. મેમનગરના આશ્રય અપાર્ટમેન્ટમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. જ્યાં કોઈનથી જુગાર રમાડવામાં આવતો હતો. આકાશ દેસાઈ અને ગોકળ દેસાઈ જુગારધામ ચલાવતા હોવાનો ખુલાસો થયો છે. રૂપિયા ૨૫ હજારના કોઈન આપી જુગાર રમાડવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ક્રાઈમબ્રાંચે મોબાઈલ અને રોકડ સહિત રૂ. ૩.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો બનાસકાંઠામાં જુગારધામ ઝડપાયું

    બનાસકાંઠાના ગોપાલપુરા ગામે ૩૬ લાખના મુદ્દામાલ સાથે ૨૧ જુગારીઓની ધરપકડ કરાઈ છે. ઊંઝા, મહેસાણા અને વિસનગરના શખ્સો જુગાર રમવા આવતા હતા. પાલનપુર તાલુકા પોલીસે બાતમીને આધારે દરોડા પાડ્યા હતા. જેમાં સમગ્ર જુગારધામનો પર્દાફાશ થયો છે. ખેડાના ચકલાસીમાં હાઈપ્રોફાઈલ જુગારધામ પર જીસ્ઝ્રએ દરોડા પાડીને ૧૫થી વધુ જુગારીઓને ઝડપ્યા છે. ખેડા અને આણંદ જિલ્લાના નામી જુગારી લાખોના મુદ્દામાલ ઝડપાયા હોવાની વિગતો છે. કેટલાક જાણીતા રાજકારણી વેપારીઓ ઝડપાયા હોવાની પણ ચર્ચા છે. અત્રે જણાવી દઈએ કે, ખેડા પોલીસની રહેમ નજરથી જુગારધામ ચાલતું હતું

    મહીસાગરના લુણાવાડામાં ભાજપના નેતા જ જુગાર રમતા ઝડપાયા છે. જીસ્ઝ્રએ દરોડા પાડીને ભાજપના નેતા સહિત ૩૪ જુગારીઓને ઝડપ્યા છે. શહેરા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ પ્રદીપ પદવાણી જુગાર રમતા ઝડપાયા છે. જેમાં કુખ્યાત નાસર અરબના જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025

    India Rare Earth Reserves: દુર્લભ પૃથ્વી તત્વોમાં નવી મહાસત્તા બનવાનું ભારતનું ધ્યેય

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.